રાજકોટના ૯૩૦ એકરમાં પથરાયેલા અને ૪૫ મીટર પહોળા રસ્તા સાથેના અટલ સ્માર્ટ સિટી પ્રોજેકટનું કાલે તા.૧૩ ડિસેમ્બરને શુક્રવારે ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તેના ભવ્ય લોકાર્પણ થશે. આ પ્રસંગે રાજકોટ મહાપાલિકા અને ડાના કુલ .૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્ત થશે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકા દ્રારા ટી.પી. સ્કીમ નં.૩૨(રૈયા)મા નિર્માણ કરેલ અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી .૫૬૯.૧૯ કરોડના ૪ પ્રકલ્પોના લોકાર્પણ તથા .૨૨૪.૨૬ કરોડના જુદા જુદા ૫૬ પ્રકલ્પોના ખાતમુહર્ત, રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન ૧.૫ બીએચકેના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્રો તથા શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સી.એન.જી. યુઅલ આધારિત ૨૨ નવી બસ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે નવા ખરીદ કરવામાં આવેલ ૭ નવા જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (લેગ આફ) કરવા આવતીકાલે તા.૧૩ને શુક્રવારના રોજ બપોરે ૧૨ કલાકે વોર્ડ નં.૨માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ડાયસ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, કાર્યક્રમમાં ઉપસ્થિત જાહેર જનતા માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે
આ લોકાર્પણ–ખાતમુહર્ત કાર્યક્રમમાં ગુજરાત રાયના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ પાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહર્ત લગત સમિતિના ચેરમેન બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ કિલયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, શહેરના હોદેદારો, મહાનુભાવો,કોર્પેારેટરો વિગેરે ઉપસ્થિત રહેશે
રૂા.૨૨૪.૨૬ કરોડના ખર્ચે આટલા કામોનું થશે ખાતમુહર્ત
–.૬૭.૭૬ કરોડના બાંધકામ વિભાગને લગત ૨૬ કામ
–.૪૪.૫૦ કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કને લગત ૭ કામ
–.૨૩.૮૪ કરોડના ખર્ચે વોટર વર્કસ નેટવર્કના ૬ કામ
–.૮૩.૩૮ કરોડના ખર્ચે રોડ–ડામર કામ તથા ડિવાઈડર–સેન્ટ્રલ લાઈટીંગના ૧૫ કામ
–.૪.૭૮ કરોડના ખર્ચે સાધન ખરીદીના બે કામ
૨૪X૭ પોર્ટેબલ–રિસાયકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ
અટલ સ્માર્ટ સિટી સંકુલના ટીપી રસ્તાઓ ઉપર પોટેબલ વોટર તથા રિસાયકલ્ડ વોટર, એમ બંને લાઈનો નાખવામાં આવેલ છે. સામાન્ય રીતે કોઈપણ મિલકતને એક કનેકશન દ્રારા પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હોય છે, પરંતુ સ્માર્ટ સિટી વિસ્તારમાં સૂચિત મિલકતોને બે કનેકશનો એટેલે કે પીવાના પાણી તથા રિસાયકલ્ડ વોટરનું કનેકશન ઉપલબ્ધ થશે. જેથી સૂચિત વિકાસમાં ડબલ પ્લમ્બિંગ સીસ્ટમ ફરજીયાત હોઈ, રિસાયકલ્ડ વોટર કનેકશનથી પીવાના પાણીમાં ૩૦% સુધીની નોંધપાત્ર બચત થશે. તથા રિસાયકલ્ડ વોટરના ઉપયોગથી પર્યાવરણ સુરક્ષામાં વધારો થશે
.રૂા.૨૦૯ કરોડના ખર્ચે ૪૫ મીટર પહોળા રસ્તાનું રોડ નેટવર્ક
અટલ સ્માર્ટ સિટી સંકુલની ટી.પી.સ્કીમ નં.૩૨(રૈયા) પ્રારંભિકના ટી.પી. રોડને રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અંતર્ગત આવરી લેવામાં આવેલ છે. જે મુજબ ૧૮.૨૧ કિ.મી. ઇન્ટીગ્રેટેડ રોડ ડેવલપ કરવામાં આવેલ છે. આ ઇન્ટીગ્રેટેડ રોડ ભારતભરમાં સ્માર્ટ રોડનું એક ઉદાહરણ બનશે. તેમજ ૪૫ મીટર કે તેથી વધારે પહોળા રસ્તાઓ ઉપર માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ભાગપે ૮.૫૧ કી.મી. બીઆરટીએસ કોરીડોર ડેવલપ કરવામાં આવેલ છે. જેમાં અધતન ૧૫ બીઆરટીએસ બસ સ્ટોપ ડેવલપમેન્ટ કરાયેલ છે. તે પૈકી અટલ સરોવર સામેના બીઆરટીએસ બસ સ્ટોપ મોટું કરવામાં આવેલ છે. જેથી એક સાથે વધુ માણસોનું એક સમયે માસ ટ્રાન્સપોર્ટેશન થઇ શકશે.
રૂા.૩૩ કરોડના ખર્ચે મોડર્ન સિવરેજ સિસ્ટમ
સ્માર્ટ સિટી વિસ્તારના ટી.પી. રસ્તાઓમાં કેરેજ–વે ની બહાર એટલે કે બંને સાઈડના વોક–વેમા સિવર લાઈન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્લાનિંગના ભાગપે નાખવામાં આવેલ છે. સામાન્ય રીતે શહેરમાં ડ્રેનેજ મશીન હોલ(મેન–હોલ) બ્રિક મેશનરીથી બનાવવામાં આવે છે. જે લાંબા સમયે રીપેર કરવા તથા લીકેજને લીધે દુષિત પાણીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, જયારે સ્માર્ટ સિટી વિસ્તારમાં તમામ મશીન હોલ આર.સી.સી.ના પ્રી–કાસ્ટ વાપરવામાં આવેલ છે. જેથી આવા પ્રશ્નોનું નિરાકરણ થશે
ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક અને સ્કાડા સિસ્ટમ
સમગ્ર વિસ્તારમાં ડી.આઇ.પાઇપલાઇન નેટવર્ક, સ્માર્ટ મીટર, સ્કાડા સિસ્ટમ તથા ન્યુમેટીક પમ્પિંગ સિસ્ટમથી સ કોમ્પ્યુટરાઈઝ નેટવર્ક જેમાં વપરાયેલ વાલ્વ ઉચ્ચ ગુણવતાવાળા વાપરવામાં આવેલ છે. જેના દ્રારા ૨૪૭ પોટેબલ વોટર સપ્લાયનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૩૩ મિલયન લીટર કેપેસિટીનો જીએસઆર તથા પપં હાઉસ બનાવવામાં આવેલ છે. તેમજ રીસાઈકલ્ડ વોટર માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં હયાત ૫૬ એમએલડી કેપેસિટી એસ.ટી.પી.ના ટ્રીટેડ પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરી ભવિષ્યની વધારાની માંગને પહોચી વળવા રાજકોટ સ્માર્ટ સિટી દ્રારા ૮ એમએલડી કેપેસિટીના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રીસાયકલ વોટર રીઝર્વેાયર (સમ્પ) ૨૩ મિલિયન લીટર કેપેસિટી તથા રિસાયકલ્ડ પાણીના નેટવર્કનું કામ કરવામાં આવેલ છે.
સ્માર્ટ સિટીમાં અન્ય સુવિધાઓ ઉડતી નજરે...
–.૨૦ કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગ
–.૧૦૮ કરોડના ખર્ચે પાવર કેબલ્સ માટે યુટિલિટી ડકટસ
–.૬ કરોડના ખર્ચે સાઇકલ ટ્રેક
–.૬ કરોડના ખર્ચે સાઈકલ ટ્રેક
–.૮ કરોડના ખર્ચે ફૂટપાથ
રૂા.૫૬૯.૧૯ કરોડના આટલા પ્રોજેકટસનું થશે લોકાર્પણ
– રૈયા ટી.પી.સ્કિમ નં.૩૨માં .૫૬૫.૧૧ કરોડના ખર્ચે નિર્મિત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોનું લોકાર્પણ
–સિટી બસ સેવામાં નવા ટ શ કરવા ૨૨ નવી સીએનજી યુઅલ આધારિત બસોનું લોકાર્પણ
–ડ્રેનેજ માટે .૩.૭૩ કરોડના ખર્ચે ખરીદેલ ૮૦૦૦ લિટર કેપેસિટીના નવા ૭ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ
–પ્રધુમન પાર્ક ઝુ ખાતે .૩૫ લાખના ખર્ચે ત્રણ કેન્ટીન બિલ્ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન બાદ લોકાર્પણમનપા–રૂડાના ૧૨૨૦ આવાસોનો કોમ્પ્યુટરાઇડ ડ્રો
–મહાપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન ૧.૫ બીએચકેના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્રો
–ડાના ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્ર
રૂા.૫૬૫ કરોડના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં શું મળશે ?
રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ઈ.પી.સી.(એન્જીનીયરીંગ પ્રોકયુરમેન્ટ કન્સ્ટ્રકશન) કોન્ટ્રાકટ હેઠળ પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સાથે કુલ .૫૬૫.૧૧ કરોડના ખર્ચે સાકાર થયું છે. જેમાં રોડ નેટવર્ક, બી.આર.ટી.એસ. કોરીડોર તથા બસ સ્ટોપ, સ્માર્ટ લાઈટિંગ, ૨૪૭ વોટર સપ્લાય,યુટિલિટી ડકટ, સ્ટોર્મ વોટર, સીવરેજ સમાવિષ્ટ્ર છે.
–અટલ સ્માર્ટ સિટી સંકુલ ૯૩૦ એકરના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૩૨(રૈયા) પ્રારંભિક મંજુર કરેલ છે. લેન્ડ પુલિંગ ટેકનિક અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને જુદા જુદા અનામત હેતુના કુલ ૫૦ પ્લોટોનું ક્ષેત્રફળ ૨૮, ૪૬, ૨૧૬ ચો.મી. જમીન પ્રા થશે.
–રહેણાંક વહેચાણ હેતુના ૪ અનામત પ્લોટોનું ૪૮,૬૪૮ ચો.મી. જમીન પ્રા થાય છે. તેમજ વાણિજય વેચાણ હેતુ માટે ૬ પ્લોટો ૯૦,૯૫૬ મળી, કુલ ૧,૩૯,૬૦૪ ચો.મી. જમીન મહાનગરપાલિકાને પ્રા થાય છે. જેને ભવિષ્યમાં હરરાજીથી વેચાણ કરી, આવક ઉભી થશે.
–સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના ૭ અનામત પ્લોટોનું ૪૮,૬૪૮ ચો.મી.જમીન પ્રા થયેલ છે. જે પૈકી એક પ્લોટમાં ઇ–ચાજિગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થશે.
–બગીચાના હેતુ માટેના ૨૬ અનામત પ્લોટો ૧,૭૬,૨૨૧ ચો.મી.ના પ્રા થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech