રાજકોટવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે અટલ સ્માર્ટ સિટી પ્રોજેકટનું આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૯માં ખાતમુહર્ત કરાયેલો પ્રોજેકટ પાંચ વર્ષે પૂર્ણ થયો અને આજે ૨૦૨૪માં તેનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ રાજકોટની મુલાકાત લેતાની સાથે વિકાસવર્ષા કરી હતી. રાજકોટ શહેરનો મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનામાં સમાવેશ કર્યાની મહત્વપૂર્ણ જાહેરાત પણ ભુપેન્દ્રભાઈ પટેલે કરી હતી.
રાજકોટ મહાપાલિકા દ્રારા રૈયા વિસ્તારમાં નિર્મિત ૯૩૦ એકરમાં પથરાયેલા અને ૪૫ મીટર પહોળા રસ્તા સાથેના અટલ સ્માર્ટ સિટીનું આજે બપોરે ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તેના ભવ્ય લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મહાપાલિકા અને ડાના કુલ.૭૯૩.૪૫ કરોડના ૫૬ વિકાસ પ્રકલ્પોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રેસકોર્સમાં આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જંગી જનમેદની ઉમટી હતી.
રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે મહાપાલિકા દ્રારા ટી.પી.સ્કીમ નં.૩૨ રૈયામાં નિર્માણ કરાયેલા અટલ સ્માર્ટ સિટી સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી .૫૬૯.૧૯ કરોડના ચાર પ્રકલ્પોના લોકાર્પણ તથા .૨૨૪.૨૬ કરોડના જુદા જુદા ૫૬ પ્રકલ્પોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ મહાપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન ૧.૫ બીએચકેના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇડ ડ્રો તથા શહેરી વિકાસ સત્તા મંડળના ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ખાલી પડેલા ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇડ ડ્રો, સિટી બસ સેવા માટે સીએનજી યુઅલ આધારિત ૨૨ નવી બસ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે નવા ખરીદ કરવામાં આવેલ સાત નવા જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ આજે બપોરે રેસકોર્ષ મેદાન ખાતેથી કરવામાં આવ્યુ હતું.
ઉપરોકત કાર્યક્રમમાં ગુજરાત રાજ યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઇ પાલા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઇ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઇ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઇ વસોયા, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કિલયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઇ રામાણી, શહેરના હોદેદારો, કોર્પેારેટરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
રૂા.૫૬૯.૧૯ કરોડના પ્રોજેકટસનું લોકાર્પણ
(૧) રૈયા ટી.પી.સ્કિમ નં.૩૨માં .૫૬૫.૧૧ કરોડના ખર્ચે નિર્મિત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોનું લોકાર્પણ
(૨) સિટી બસ સેવામાં નવા ટ શ કરવા ૨૨ નવી સીએનજી યુઅલ આધારિત બસોનું લોકાર્પણ
(૩) ડ્રેનેજ માટે .૩.૭૩ કરોડના ખર્ચે ખરીદેલ ૮૦૦૦ લિટર કેપેસિટીના નવા ૭ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ
(૪) પ્રધુમન પાર્ક ઝુ ખાતે .૩૫ લાખના ખર્ચે ત્રણ કેન્ટીન બિલ્ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન બાદ લોકાર્પણ
રૂા.૨૨૪.૨૬ કરોડના કામોનું ખાતમુહર્ત
–.૬૭.૭૬ કરોડના બાંધકામ વિભાગને લગત ૨૬ કામ
–.૪૪.૫૦ કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કને લગત ૭ કામ
–.૨૩.૮૪ કરોડના ખર્ચે વોટર વર્કસ નેટવર્કના ૬ કામ
–.૮૩.૩૮ કરોડના ખર્ચે રોડ–ડામર કામ તથા ડિવાઈડર–સેન્ટ્રલ લાઈટીંગના ૧૫ કામ
–.૪.૭૮ કરોડના ખર્ચે સાધન ખરીદીના બે કામ
૧૨૨૦ આવાસોનો કોમ્પ્યુટરાઇડ ડ્રો
–મહાપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન ૧.૫ બીએચકેના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્રો તેમજ ડાના ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્ર
રાજકોટનો મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનામાં સમાવેશ કરાયો: સીએમ
રાજકોટ મહાપાલિકાના અટલ સ્માર્ટ સીટી પ્રોજેકટ સહિત કુલ રૂા.૭૯૩.૪૫ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહત્પર્ત કર્યા બાદ જાહેર સભા સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો આજે જ મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં ૨૨ સીએનજી બસનું લોકાર્પણ કરાયું છે તેથી રાજકોટમાં હવે કુલ ૧૦૦ સીએનજી બસ દોડશે અને રાજકોટ હરીયાળુ, પ્રદુષણ મુકત અને સ્વચ્છ શહેર બનશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. રાજકોટમાં હાલ સુધી કુલ ૭૮ સીએનજી સીટી બસ દોડતી હતી હવે આજે મુખ્યમંત્રીએ ૨૨ નવી સીએનજી બસનું લોકાર્પણ કરતા સીટી બસ સેવામાં કુલ ૧૦૦ સીએનજી બસ દોડશે. આ ઉપરાંત બીઆરટીેએસ રૂટ ઉપર ૬૯ ઈલેકટ્રીક બસ દોડી
રહી છે.
મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનામાં રાજકોટનો સમાવેશ કરવાથી રાજકોટને એવો ફાયદો થશે કે સીએનજી બસ અને ઈલેકટ્રીક બસના સંચાલનમાં જે કઈં ખોટ જશે તે રકમ રાય સરકાર રાજકોટ મહાપાલિકાને આપશે અને ખોટ ભરપાઈ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech