ગ્રામ્યકક્ષાએ પણ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવાઇ

  • October 21, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ વિધાર્થીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા હતા.
 વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગ‚પે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે.
‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ ઝુંબેશ અને વિકાસ સપ્તાહ અંતર્ગત પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોના સહયોગથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ શાળામાં અને ગામ પંચાયત ખાતે જળ અને સ્વચ્છતા અંગે વિધાર્થીઓ અને ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
 જીવનમાં પાણી અને સ્વચ્છતાનું મહત્વ અંગે વિધાર્થીઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News