લગ્ન અને તહેવારની સીઝન પહેલા સોનાની કિંમત આસમાને પહોંચી રહી છે. ગ્લોબલ માર્કેટથી લઈને ઘરેલું બુલિયન માર્કેટ અને વાયદા માર્કેટ એમસીએક્સ પર સોનું પોતાના નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. દેશમાં શ્રાદ્ધ પક્ષ હોવા છતાં સોનાની કિંમતમાં તુફાની તેજી રોકાવાનું નામ નથી લઈ રહી. દેશના ઘરેલુ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 78,000 રુપિયા સુધી પહોંચી ગયું છે. બુધવારે નવી દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનામાં 900 રુપિયાનો વધારો થયો હતો આ સાથે જ સોનું 77,850 રુપિયા પર પહોંચી ગયું હતું. ત્યાં જ ચાંદી પણ પ્રતિ કિલો 3,000 રુપિયાને પાર પહોંચી ગયું છે.
જયપુર, ઈન્દોર, મુંબઈ સહિત સમગ્ર દેશમાં કેટલાક બુલિયન માર્કેટમાં સોનું પ્રથમ વખત 77,000 રુપિયાને પાર ગયું છે. ત્યાં જ 10 ગ્રામ 22 કેરેટ ઝવેરાત સોનું 72,000 રુપિયાથી વધુની કિંમત પર વહેંચાઈ રહ્યું છે. પીએમસીએક્સ પર સોનું ઓલ ટાઈમ હાઈ 76,000 રુપિયા પર પહોંચી ગયું છે. અમેરિકામાં દર આગળ પણ ઘટવાની આશાના કારણે ભાવ વધી રહ્યો છે.
સમગ્ર ગેશમાં બુલિયન માર્કેટમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ 75,680 રુપિયા છે. આઈબીજેએના ભાવને સરકારે માન્યતા આપતા અને તેની કિંમતોના આધારે સોવરેન ગોલ્ડ બોન્ડ રિડેમ્પશનનની કિંમત નક્કી કરે છે.
સમગ્ર વિશ્વમાં વ્યાજ દર ઘટવાનો સિલસિલો શરુ થવાના સંકેતથી શેરમાં વધુ ફાયદો સોનાને થયો છે. 2024માં સોનાનું પ્રદર્શન શેર માર્કેટની તુલનામાં વધુ સારુ છે. આ વર્ષે અત્યાર સુધી સોનામાં ભાવ 27 % વધ્યા છે, જ્યારે સેન્સેક્સમાં 18 % અને નિફ્ટીમાં 19.5 %ની તેજી આવી છે. અમેરિકી ડાઉ જોંસ 11.6 % જ વધ્યુ છે. આગળ પણ દર ઘટવાના સંકેતથી અમેરિકી બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સ તેજીથી ઘટ્યો છે, જેનાથી સોનાની કિંમત ઝડપથી વધી છે.
ગોલ્ડમેન સૈશનું કહેવું છે કે, ફૈડમાં ઘટાડા બાદ સોનાના ભાવ વધુ વધ્યા, કારણ કે, ઉભરતા બજારમાં કેન્દ્રી બેંક ખરીદી વધી શકે છે. સોનાના ભાવ લગભગ 15 % વધવાની આશા છે. કમોડિટીઝ એક્સપર્ટ અજય કેડિયાએ કહ્યું કે, આ વર્ષે સોનું 79,000 રુપિયા તો પ્રતિ કિલો ચાંદી 1.20 લાખ રુપિયા સુધી થઈ શકે છે. મોતીલાલ ઓસવાલે કહ્યું કે, જો દરમાં ઘટાડો ચાલુ રહેશે તો ગોલ્ડમાં વધારો ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech