બી.એ.પી.એસ. સંસ્થાના તીર્થધામ અક્ષર મંદિર, ગોંડલ ખાતે મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૯ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ પરિપ્રેક્ષમાં સંસ્થાની સતં દિક્ષાની પ્રણાલી અનુસાર અગાઉ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી લઈને તીર્થધામ સાળંગપુર સ્થિત સંતતાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને યોગ્યતા પ્રા કરી છે એવા ૩૭ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને મહંતસ્વામી મહારાજના હસ્તે તીર્થધામ અક્ષર મંદિર, ગોંડલ ખાતે સતં દિક્ષા અર્થાત ભાગવતી દિક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ભાગવતી દીક્ષા નિમિતે જેમાં ભાગવતી દીક્ષા લેનારા પાર્ષદોના પૂર્વાશ્રમના એમનાં માતા–પિતા તથા પરિવારજનો પણ આ સમયે દીક્ષાદિનની સભામાં જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. વરિ સંતોએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યા હતા. આ સમારોહમાં ભાગવતી દીક્ષા લેવા જઈ રહેલ દીક્ષાર્થીઓને આનંદસ્વપ સ્વામીએ કંઠી, વિવેકસાગર સ્વામીએ ઉપવક્ર, ત્યાગવલ્લ ભ સ્વામીએ પાઘ, ભકિતપ્રિય સ્વામી (કોઠારી સ્વામી)એ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી અને મહતં સ્વામી મહારાજે અક્ષરમ્ અહં પુષોત્તમ દાસોસ્મિ અર્થાત્ કે,અક્ષર એવો હત્પં પુષોત્તમનો દાસ છું એ દીક્ષામત્રં આપ્યો હતો. ઘનશ્યામચરણ સ્વામીએ દીક્ષાર્થી વાલીને પ્રસાદીનું પુષ્પ આપ્યું હતું તથા ધર્મચરણ સ્વામીએ દીક્ષાર્થી વાલીને સ્મૃતિ ભેટ આપી હતી.
આ દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેનારા યુવાનોમાં ૧ ડોકટર, ૧ પી.એચ.ડી, ૪ માસ્ટર ડિગ્રી, ૧૨ એન્જીનીયર, ૧૮ અન્ય સ્નાતક ડિગ્રી તથા ૧ અન્ય. આમ, વિવિધ શાખાઓમાં ઉચ્ચ કારકિર્દી ધરાવતા કુલ ૩૭ પાર્ષદો મહંતસ્વામી મહારાજની ભગવી સેનામાં જોડાયા છે. સંતદીક્ષા લેનાર ૩૭ દીક્ષાર્થીઓમાં ૧૧ યુએસએ, ૨ કેનેડા, ૨ યુકે, ૩ આફ્રિકા તથા ૧ ઓસ્ટ્રેલીયા એમ ૧૯ દીક્ષાર્થી પાર્ષદો પરદેશના છે. અત્રે એ પણ ઉલ્લ ેખનીય છે કે મહંતસ્વામી મહારાજ હસ્તે કુલ ૩૨૨ સંતો દીક્ષિત થયા છે. અને બી.એ.પી.એસ. સંસ્થાની સતં પંકિતમાં હાલ કુલ ૧૨૨૦ સંતો વિધમાન થયા છે. દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાઓને સંસ્થાના વરિ સંતો દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા યારે વરિ મહિલાઓ દ્રારા દીક્ષાર્થી યુવાનોના માતાઓનું બહત્પમાન કરવામાં આવ્યું હતું.
મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું, સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભકિત અને મનને જીતવાનું છે. આ બધું સત્પુષ મળ્યા વગર પત્તો ન પડે. સત્પુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે. આ પ્રાિ મોટી છે. સાધુતા દ્રઢ કરવી અને સહન કરવું તે સાધુતા. આ પ્રસંગે સ્વામીશ્રીને વરિ સંતોએ પુષ્પહારથી વધાવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech