આ ટાપુ પર લઇ રહ્યા છે અવકાશ વિજ્ઞાનીઓ ચંદ્ર અને મંગળ પર જવાની તાલીમ

  • April 12, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેરી દ્વીપના દક્ષિણ પૂર્વીય ટાપુ લેન્ઝારોટમાં કાળા થઇ ગયેલા લાવા સ્થળો ચંદ્ર પર જોવા મળતા લાવાને મળતા આવે છે. જવાળામુખીની ગુફાઓ, લાવા અને તળાવો તથા સોનેરી રેતીનો દરિયાકિનારો કાચ જેવા પારદર્શક પાણીની વિશેષતા ધરાવે છે. આ ટાપુ પર કેટલાક એવા સ્થળો પણ છે જયાં અગાઉ માનવ હાજરી હોવાના કોઇ જ પુરાવા-નિશાન મળતા નથી.  ખરબચડી. આ જવાળામુખી ટાપુ લેન્ઝારોટને ૧૯૯૩માં યુનેસ્કો દ્વારા બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં બાયોસ્ફિયર પ્રમાણપત્ર પ્રાપ્ત કરનારું વિશ્વનું એક માત્ર સ્થળ હતું. 



અહીંનું ભુસ્તરશાસ્ત્ર ચંદ્ર અને મંગળ જેવું જ લાગે છે. આથી જ તો  અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી ઘણા વર્ષોથી અવકાશયાત્રીઓને તાલીમ આપવા લેન્ઝારોટ મોકલે છે.અહી અવકાશયાત્રીઓ જવાળામુખીના ખડક નમુનાને ઓળખવા અને એકત્રિત કરવાનું શીખે છે.



સુક્ષ્મજીવોનું સ્થળ પર ડીએનએ કરવું અને તેના તારણો મિશન કંટ્રોલ સુધી પહોંચાડવાની તાલીમ પણ આપવામાં આવે છે. જર્મન અવકાશયાત્રી સહિત લગભગ ડઝન અવકાશયાત્રીઓએ પણ અહીં તાલીમ લીધી છે. સ્ટેફની વિલ્સન નાસાના અનુભવી અવકાશયાત્રી જે જેઓ ચંદ્ર પર માનવ મિશન માટે તાલીમ લઇ રહયા છે. લેન્ઝારોટ પરના વોલ્કેન્સ નેચરલ પાર્ક ચંદ્ર અને મંગળ પરના આગામી મિશનની તૈયારી માટે તાલીમ ગ્રાઉન્ડ તરીકે સેવા આપી રહયું છે.


નાસા અને યુરોપ સ્પેસ એજન્સીએ અવકાશયાત્રીઓને તાલીમ ઉપરાંત માર્સ રોવર્સના પરીક્ષણ માટેનું પણ શીખવ્યું છે. અન્ય ગ્રહો પર જવાના સ્પેસ અભિયાનો માટે કૌશલ્ય કેળવવા માટે એસ્ટ્રોનટસ આનાથી શ્રેષ્ઠ બીજુ એક પણ નથી. આ પાર્ક યશાસ્થિતિ જળવાઇ રહે તે માટે સામાન્ય માનવીઓને આસપાસ મુકત રીતે હરવા ફરવાની છૂટ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application