Asia Cup 2023 : રોહિત શર્માના પ્લેઈંગ-ઈલેવન માટે આશ્ચર્યજનક નિર્ણયો, શમી અને સુર્યાના બદલે આ ખેલાડીઓનો સમાવેશ

  • September 02, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી શરૂ થઈ છે. હાલ ટોસની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ હાઈવોલ્ટેજ મેચની આખી દુનિયા રાહ જોઈ રહી હતી.  બંને ટીમો શ્રીલંકાના પાલકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સામસામે આવી ગઈ છે. બંને ટીમનો ઉદ્દેશ્ય આ મેચમાં જીત નોંધાવવાનો રહેશે. ટોસ માટે કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ મેદાનમાં આવ્યા હતા. બંનેની હાજરીમાં સિક્કો ઉછાળવામાં આવ્યો હતો. ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.



રોહિત શર્માએ  પ્લેઈંગ-ઈલેવન માટે કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. પાકિસ્તાન સામેની આ મેચમાં તેણે મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને બહારનો રસ્તો બતાવ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુર અને શ્રેયસ અય્યરને તક આપવામાં આવી છે. જસપ્રીત બુમરાહે શાનદાર વાપસી કરીને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે પાકિસ્તાન તેની છેલ્લી મેચની સમાન પ્લેઈંગ ઈલેવન સાથે પ્રવેશ્યું છે. તેણે કોઈ ફેરફાર કર્યો નથી.



ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી આ સૌથી મોટી હાઈવોલ્ટેજ મેચ વિશ્વભરના ચાહકો માટે ઘણી રીતે ખાસ છે. ચાહકો ઘણા સમયથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે બંને ટીમો આમને-સામને છે. એશિયા કપ 2023માં ભારતનો રેકોર્ડ પાકિસ્તાન કરતા ઘણો સારો છે. પરંતુ છેલ્લી 2 ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત પડોશી દેશ સામે બહુ સારી રહી નથી. આવી સ્થિતિમાં સ્પર્ધા જોરદાર બનવાની છે.



ભારતીય ક્રિકેટ ટીમ પ્લેઈંગ-ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર.
​​​​​​​

પાકિસ્તાન ક્રિકેટ ટીમ પ્લેઈંગ ઈલેવન - ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (વિકેટમાં), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application