સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ છે. જામીનમાં શરત છે કે, આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. તેમ છતાં તેના સાધકોને જાણ થતા તેઓ આશ્રમમાં પહોંચવા લાગ્યા છે. આશ્રમ પર સ્થિતિ ન બગડે તે માટે પોલીસ પણ એલર્ટ બની છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદ આગમન
સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતા તે જોધપુર જેલમાંથી બહાર આવી ગુજરાતમાં એન્ટ્રી કરી છે. હાલ તે અમદાવાદના સાબરમતી ખાતે આવેલા તેના આશ્રમમાં છે. અમદાવાદના આશ્રમમાં આસારામની 12 વર્ષના લાંબા ગાળા બાદ એન્ટ્રી થઈ છે.
આસારામ કોઈ નવો વિવાદ ન સર્જે તેના પર પોલીસની નજર
પ્રાપ્ત માહિતી અનુસાર, આસારામને જ્યારે જામીન મળ્યાં ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી હતી. તેમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ જેમ કે, દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યારબાદ દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યારબાદ આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યા છે. આખી તપાસ દરમિયાન અનેક વિવાદો સપાટી પર આવ્યા હતાં. ત્યારે વચગાળાના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન છેડે તે માટે ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.
આસારામને શરતો સાથે મળ્યા છે જામીન
સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો લાદી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પોતાના અનુયાયીઓને મળશે નહીં.
આસારામનો પરિવાર અને વિવાદ
આસારામ અને તેમના પરિવારનાં 'કાળાં કરતૂતો' 2013માં સામે આવ્યાં હતાં. તે સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. બાળકીનાં માતા-પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની ઉપર ભૂતપ્રેતનો છાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે.બાળકીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી.
બે બહેનોએ પિતા-પુત્ર સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો
સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ બે બહેનોએ પણ કેસ દાખલ કર્યો હતો. એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજીએ નારાયણ સાંઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. બંને બહેનોએ બળાત્કાર, અકુદરતી સેક્સ અને ગેરકાયદેસર કેદનો આરોપ લગાવ્યો હતો. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈએ 2001થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. એક બહેને સુરતમાં નારાયણ સાંઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો.
જોધપુર આશ્રમના કેસમાં આસારામને સજા
આસારામને એપ્રિલ 2018માં જોધપુરના આશ્રમમાં સગીર બાળકી સાથે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે.આ પછી એપ્રિલ 2019માં સુરત કોર્ટે નારાયણ સાંઈને બળાત્કારનો દોષી ઠેરવ્યો. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેને 5 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ હવે ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા છે અને તેમને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech