ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના દબાણ બાદ ઓબીસી કમિશનની રચના કરી હતી આ કમિશનની રચનાને સાત મહિના જેટલો સમય વિતયો છતાં આજ દિવસ સુધી બે સભ્યોની નિમણૂક પણ સરકાર દ્રારા કરવામાં આવી નથી આ મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે અને વિલંબના કારણો અંગે ગુજરાત રાયના ચીફ સેક્રેટરી જવાબ આપશે. આગામી ૨૦મી સપ્ટેમ્બરે આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી અને આ મામલે ચીફ સેક્રેટરીને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યેા છે. આ કેસની સુનાવણી ૨૦મી સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. ગઈ કાલે સુનાવણીમાં હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે રાયમાં ઓબીસી કમિશનની સ્થાયી પે રચના કરવામા આવી નથી. ઓબીસી કમિશન ફકત એક જ સભ્યનું કમિશન છે. જેના ચેરમેન નિવૃત્ત હાઈકોર્ટ જજ છે. દર ૧૦ વર્ષે ઓબીસી જ્ઞાતિઓને લઈને સમીક્ષા કરવાની હોય તે પણ થતી નથી. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે સરકારે આ માટે સમય માંગ્યો હતો. આ કમિશનમાં ચેયરપર્સન સાથે અન્ય બે સભ્યો હોવા જોઈએ. કુલ ત્રણ સભ્યો કમિશનમાં હોવા જરી છે. એટલે કે હજુ બે સભ્યોની નિમણૂક કરવાની છે. મુદ્દેસરકારી વકીલે જણાવ્યું હતું કે આ અંગેની ફાઈલ રાયના મુખ્યમંત્રીની મંજુરી માટે મોકલી છે.
આ મામલે અગાઉ જાન્યુઆરીમાં સરકારે સમય માંગ્યો હતો જેના સાત મહિના વિત્યા બાદ આજે સરકારે જણાવ્યું હતું કે બે મેમ્બરની નિમણૂક કરવા માટે હજી પણ નિર્ણય લેવાનો બાકી છે.તેથી હાઇકોર્ટે સરકાર પ્રત્યે નારાજગી વ્યકત કરતાં કહ્યું હતું કે કમિશન ફકત પેપર ઉપર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એક મેમ્બરનું કમિશન હોઈ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કરીને સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માંગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો? તમે જાન્યુઆરીમાં બે સભ્યોના નિમણૂક કરવાની બાહેધરી કોર્ટને આપી હતી તો આ સાત મહિનામાં તમે શું કયુ ? આખરે હાઇકોર્ટની દરમિયાનગીરીના કારણે ટૂંક સમયમાં આ મામલો ઉકેલાય જશે તેવી આશા રાખવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech