ગિરનારની લીલી પરિક્રમા અગિયારસની મધરાત્રે ૧૨ વાગ્યે શાક્રોત વિધિ પૂજન બાદ શ કરવામાં આવે છે પરંતુ છેલ્લ ા કેટલાક વર્ષેાથી આગોતરી પરિક્રમા કરવા આવતા ભાવિકોના કારણે પરિક્રમા ની પરંપરા વિસરાઈ રહી છે. આજે પરિક્રમા ના ગેટ પાસે પાયતન રોડ પર ભાવિકોના પ્રવાહના કારણે વહેલી સવારે ૬ વાગ્યાથી વન વિભાગ દ્રારા ઈટવા ચેકપોસ્ટ નો ગેટ ખુલ્લ ો મુકતા હર હર મહાદેવ જય ગિરનારી ના નાદ સાથે એક લાખથી વધુ પરિક્રમાથીઓએ વિધિવત પરિક્રમા શ થાય તેના દોઢ દિવસ પૂર્વે જંગલમાં પ્રવેશ કર્યેા છે. મધરાત્રિથી ગેટ પાસે લોકો અડીંગો જમાવીને બેઠા હતા જેથી ભાવિકોના ઘસારાના કારણે તત્રં દ્રારા ગેટ ખોલવાના આદેશ કર્યા હતા. પરિક્રમા પૂર્વે અગિયારસની મધરાત્રે જ જંગલમાં પ્રવેશની વર્ષેા જૂની પરંપરા આ વર્ષે પણ વિસરાઈ છે. આગોતરી પરિક્રમા કરવા આવતા ભાવિકો ના કારણે ગિરનારની લીલી પરિક્રમા જંગલ વિસ્તાર પિકનિક પોઇન્ટ બની રહ્યો છે. ભજન ,ભોજન ભકિતના ત્રિવેણી સંગમ સમા ગિરનારની લીલી પરિક્રમા માટે તળેટી વિસ્તારમાં ૫૦ થી વધુ અન્ન ક્ષેત્ર ધમધમતા થયા છે. પરિક્રમા ટ પર કાર્યરત અન્ન ક્ષેત્રના સંચાલકો દ્રારા રસોડા શ કરવાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે દેવ દિવાળીની મધરાત્રે વિધિવત પરિક્રમા શ થાય તે પૂર્વે જ લાલઢોરી પાસે આવેલ ખુલ્લ ા મેદાનમાં વિસામો લેવા બહારગામ થી પરિક્રમાથીઓ પહોંચી રહ્યા છે.આ વર્ષે તત્રં દ્રારા પરિક્રમા પૂર્વે ભાવિકોની ભીડ ન થાય તે માટે પાયતન રોડ પર જ રાવટી અને બેરેક લગાવી આગોતરી પરિક્રમા કરવા આવતા લોકોને રોકી ભવનાથ તળેટીમાં પરત મોકલવામાં આવી રહ્યા હતા.જોકે મધરાત્રી થી પાયતન રોડ અને ઇટવા ચેકપોસ્ટ પાસે ભાવિકોની ભીડ વધી ગઈ હતી જેથી તત્રં દ્રારા આજે સવારે છ વાગ્યે ગેટ ખોલવાના આદેશ કરાયા હતા. જેથી વન વિભાગના અધિકારીઓએ ઈટવા ચેકપોસ્ટનો ગેટ ખોલતા દોઢ દિવસ પૂર્વે જ પરિક્રમાનો પ્રારભં થયો છે.ભવનાથ તળેટીમાં ભાવિકોના આગમનથી અન્ન ક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજી રહ્યો છે.આશ્રમ અને તળેટી વિસ્તારમાં આવેલ ૫૦ જેટલા અન્ન ક્ષેત્રોમાં પ્રસાદ લેવા ભાવિકોની કતાર લાગી છે.બહારગામ થી આવેલા લોકોના વાહનો તળેટીમાં જિલ્લ ા પંચાયત ગ્રાઉન્ડમાં જ પાર્ક કરવામા આવતા પરિક્રમા શ થાય તે પૂર્વે ગ્રાઉન્ડમાં વાહનોના થપ્પા જોવા મળી રહ્યા છે.ચાર દિવસીય મેળામાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાશે. પરિક્રમા માં ભાવિકોના આગમન પૂર્વે જ ભવનાથ તળેટી વિસ્તારમાં નાના ધંધાર્થીઓ પાથરણા પાથરી ડિવાઇડર પાસે જ રોજગારી માટે બેસી ગયા છે. ગઈકાલે સવારે સાધુ સંતોએ પણ પરિક્રમાના ટ નું નિરીક્ષણ કયુ હતું. સંતો સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા સંતોએ પરિક્રમા ના ચઢાણવાળા વિસ્તારમાં મેડિકલ ની વધુ ટીમ રાખવા તથા ઈટવાની ઘોડી પાસે રસ્તાના પોલાણ ને યોગ્ય બનાવવા સુચના આપવામાં આવી હતી
ગિરનાર પરિક્રમામાં યાત્રાળુઓ માટે પાકિગ સ્થળો
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે પાકિગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે.જાહેર પાકિગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે નીચલા દાતાર પાસે ખુલ્લ ી જગ્યા અને ટુ–વ્હીલર પ્રકારના વાહનો માટે જિલ્લ ા પંચાયત ગેસ્ટ હાઉસ સામે જાહેર પાકિગનો સમાવેશ થાય છે.તમામ પ્રકારના વાહન માટે પ્રાઇવેટ વાહન પાકિગના સ્થળોમાં મજેવડી રોડ જુના દાખાનાની ખુલી જગ્યા, શશીકાંતભાઈ દવેની વાડી, (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લ ા જેલની વાડી પર) ભાગચદં ભાઈ ઉર્ફે કાળુભાઈ મહાસાગરવાળાની વાડી તરીકે ઓળખાતી જમીન– મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતો રસ્તો અને પાંજરાપોળ ગૌશાળા ફાયર બ્રિગેડની દાતાર રોડ ખાતે વાહન પાર્ક કરી શકાશે. જાહેરનામું તા.૧૫સુધી અમલમાં રહેશે
પરિક્રમાના રૂટ પર એસઆરપી અને એસડીઆરએફ તૈનાત, ૪૭ રાવટીમાં ૨૮૦૦થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે
ગિરનાર લીલી પરિક્રમાનો આવતીકાલથી વિધિવત પ્રારભં થશે.જેમાં લાખો ભાવિકો ઉમટશે. લોકોની સુરક્ષા માટે જ પોલીસની ટીમ પરિક્રમા પૂર્વજ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પરિક્રમામાં આઠ ઝોનમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેમાંપરિક્રમાના ટ પર એસઆરપી અને એસડીઆરએફની કંપની સહિત ૨૮૦૦થી વધુ કર્મીઓ બંદોબસ્ત માટે ખડે પગે રહેશે.તળેટી વિસ્તારના સ્થળોએ ૪૫ થી વધુ સીસીટીવી કેમેરા દ્રારા બાજ નજર રખાશે. પોલીસ દ્રારા ભાવિકોની સલામતી અર્થે પરિક્રમા પૂર્વે આવતીકાલથી જ શહેર, ભવનાથ તળેટી અને પરિક્રમાના ટ પર ૪૦થી વધુ રાવટીમાં સુરક્ષા માટે ચાર જિલ્લ ાઓમાંથી ૯ડીવાયએસપી, ૨૭ પીઆઇ, ૯૨ પીએસઆઇ,૯૧૪ પોલીસ કર્મી, ૫૦૦ હોમગાર્ડ, ૮૮૫ જી.આર.ડી જવાન, મહિલાઓની સુરક્ષા માટે ૮સી ટીમ, નેત્રમ શાખા દ્રારા ભવનાથ ટ મળી કુલ ૪૫ થી વધુ કેમેરા દ્રારા મોનિટરિંગ કરવામાં આવશે આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા ૨૧૦ ,૪૯ અિશામક ,૧૯૫ વોકીટોકી, ૧૯હાથ બતી, બેગેજ સ્કેનર ૧,૪૦ વાયરલેસ સેટ, ૨૮મેગા ફોન, ૧૯૫ વોકીટોકી, ૩૧ ઈમરજન્સી અને ફલ્ડ લાઈટ ,૪૧ ફસ્ર્ટ બોકસ,સહિત ૨૮૦૦ થી વધુ કર્મીઓ બંદોબસ્ત માટે તૈનાત કરાશે. જંગલ વિસ્તારના વિવિધ પ પર એસઆરપીની એક કંપની સુરક્ષા માટે રાખવામાં આવી છે. જંગલ વિસ્તારમાં ઘોડે સવારની ટીમ રાઉન્ડ કલોક પેટ્રોલિંગ કરશે.
પરિક્રમાના રૂટ પર પ્લાસ્ટિક ઝડપાશે તો ૨૫ હજાર દડં ફટકારાશે
ગિરનારની લીલી પરિક્રમામાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબધં છે અને પ્લાસ્ટિક સાથે પરિક્રમાથી ઝડપાશે તો ૨૫ હજારની રકમ સુધીનો દડં ફટકારવામાં આવશે. અભયારણ્ય વિસ્તારમાં પરિક્રમા પ્લાસ્ટિક મુકત થાય તે માટે ૧૧ એન્ટી પ્લાસ્ટિક સકવોડ રાખવામાં આવશે. હાઈકોર્ટે પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવા વન વિભાગ અને તંત્રને આદેશ કર્યા બાદ પ્રથમ વખત પરિક્રમા યોજાઇ રહી છે જેથી આ વર્ષે મત્રં દ્રારા ખાસ પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે સમગ્ર ટ પર ૨૦૦ વન કર્મચારીઓ ને રાખવામાં આવશે. પરિક્રમા ના પ પર જવા માટેના મુખ્ય રસ્તા સિવાય ત્રણ જગ્યાએ અમુક યાત્રિકો પ્રવેશ કરે છે જેથી પરિક્રમા ના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ, ઇટવા ચેક પોસ્ટ, આ ઉપરાંત જાંબુડી ગેટ, રામનાથ, અને પાટવડ કોઠા ચેકપોસ્ટ પર ચાર ટીમ તૈનાત રાખવામાં આવશે. નવી સીડી જૂની સીડી અને દાતાર સીડીએ એન્ટી પ્લાસ્ટિક સકવોડ રાખવામાં આવશે આ સિવાયની ચાર એન્ટી પ્લાસ્ટિક તેમને ભવનાથ થી મઢી, મઢીથી માળવેલાની જગ્યા, માળવેલા જગ્યાથી નળ પાણી ની જગ્યા, નળ પાણીની જગ્યાથી બોરદેવી ગેટ સુધી સતત પ્લાસ્ટિક મુદ્દે ચેકિંગ રાખવામાં આવશે. ચેકિંગ ટીમની સાથે હોમગાર્ડ કે પોલીસ જવાન બંદોબસ્ત રાખવામાં આવશે. તેમજ પરિક્રમા ના ટ પર સફાઈ માટે ૨૦૦ સફાઈ કર્મીઓ રાખવામાં આવશે
આજથી ગિરનાર સફારી પાર્ક ચાર દિવસ સુધી બંધ
પરિક્રમામાં ભાવિકોની અવરજવરના કારણે ગિરનાર નેચર સફારી પાર્ક આજથી ચાર દિવસ સુધી પ્રવાસીઓ માટે બધં રહેશે. સફારી પાર્કની અવર–જવર માટે જાંબુડી નાકા ચેકપોસ્ટ હોવાથી પરિક્રમા દરમિયાન ભાવિકોની ત્યાંથી પણ અવરજવર રહે છે જેથી વન વિભાગ દ્રારા આજથી ૧૫ તારીખ સુધી ગિરનાર નેચર સફારી પાર્ક બધં રાખવામાં આવશે
ભવનાથ થી પાયતન સુધીનો રસ્તો, પાયતનથી ઈંટવા સુધીનો માર્ગ, ઈંટવાથી ચાર ચોક થઈ જીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠા થઈ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજ કુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી, ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો. આમ ભવનાથમાં આ ૩૬ કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે
શ્રદ્ધાળુઓએ પાળવાના નિયમો
ગિરનાર વન્યપ્રાણી અભ્યારણમાં પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલ રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં, જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યઓ પણ કરવા નહીં, વન્ય પ્રાણી અભયારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં તેમજ જંગલમાં કેડી રસ્તા ઉપર અિ સળગાવવા નહીં, સાથે જ ઘોંઘાટ સાથે થતા અધાર્મિક નાચગાનની પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.અભયારણ્ય વિસ્તાર સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોવાથી પરિક્રમાર્થીઓએ પરિક્રમા ટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવાસ કરવો નહીં. ઉપરાંત ગિરનાર પરિક્રમાના નિયત પડાવ ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી સિવાય અન્ય જગ્યાએ રાત્રિ રોકાણ કરવું નહીં. ગિરનાર પરિક્રમામાં સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા સ્પીકરો રેડિયો વગેરે સાથે લઈ જવા પર પણ પ્રતિબધં છે, આ અભયારણ્ય વિસ્તારમાં પાણીના ક્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરવો નહીં અને જમીન પ્રદૂષિત કરવી નહીં. જાહેર સૂચનાઓનું ભગં કે ઉલ્લ ંઘન કરનાર સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ–૧૯૭૨ની વિવિધ કલમોની જોગવાઈ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે
અમરેલી–જૂનાગઢ વચ્ચે પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ
જૂનાગઢમા પરિક્રમા મેળા અનુલક્ષીને પશ્ચિમ રેલવે દ્રારા મીટરગેજ સેકશનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે અમરેલી–જૂનાગઢ–અમરેલી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન નો આજથી પ્રારભં થયો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના જણાવ્યા મુજબ મીટરગેજ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલી જૂનાગઢ વચ્ચે અવરજવર થશે. જેમાં અમરેલીથી સવારે ૯ કલાકે ઉપડશે અને બપોરે ૧૨:૪૦કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૩:૩૦કલાકે ઉપડશે અને ૬:૩૦ કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.
૨૦ પાંજરા મુકાયા–સાસણની ખાસ ટ્રેકર સહિત ૩ ટીમ
ગિરનાર લીલી પરિક્રમા જંગલ વિસ્તારમાં વન્ય પશુ રહેણાંક વિસ્તારો હોવાથી વન વિભાગ દ્રારા વિવિધ પોઇન્ટ પર ૨૦ રાવટીમા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ વખતે તમામ આવતી પાસે એક એક પાંજરા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સાસણથી ખાસ ટ્રેક્ર ટીમ પણ રાખવામાં આવી છે. તેની સાથે સ્થાનિક વન વિભાગની ટીમ પણ જોડાશે
વન વિભાગ દ્રારા રોકાણ માટે ૫ નિયત સ્થળ નક્કી કરાયા
વન વિભાગ દ્રારા ટ્રેકર્સ પાર્ટી તથા વન્ય પ્રાણીઓના હત્પમલા થી બચાવવા તૈયારી કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ પરિક્રમા ના ટ પર વન વિભાગ દ્રારા નક્કી કરાયેલ ટ સિવાય અન્ય વિસ્તારમાં પ્રવેશ ન કરવા જણાવતા અગાઉ થતી પરિક્રમા ની જેમ આ વર્ષે નીત નવા સરકારી ફતવા બહાર પાડવામાં આવે છે.અભયારણ્ય સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો પણ વિસ્તાર છે, જેથી પરિક્રમા ટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવેશ કરવો નહીં. આમ, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા અને બોરદેવી સિવાય અન્ય જગ્યાએ રાત્રી રોકાણ કરવું નહીં. સ્પષ્ટ્ર આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે ગત વર્ષે પરિક્રમાના ટ પર દીપડાના હત્પમલાથી યુવતીનું મોત થયું હતું.
જંગલ વિસ્તારમાં ૮ સ્થળોએ જનરેટર દ્રારા લાઈટની વ્યવસ્થા
પરિક્રમાના ટ પર અજવાળું રહે તે માટે ૮ જગ્યાએ ડીઝલ જનરેટરના સેટ મૂકવામાં આવશે.આ માટેની કામગીરી પીજીવીસીએલ તત્રં દ્રારા પૂર જોશમાં કરવામાં આવી રહી છે. પરિક્રમા ગેટથી પ્રથમ ઘોડી, ડંકી–૨, મોળા પાણીના પુલ, ઝીણાબાવાની મઢી, માળવેલા તરફ, નળ પાણીના ટાવર, બોરદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા, આમ કુલ–૮ જગ્યા પર ડીઝલ જનરેટર સેટ પ્રસ્થાપિત કરીને રાત્રિના સમયે ટ પર લાઈટ લગાવી અજવાળું કરવામાં આવશે.જનરેટર સેટ તથા લાઈટ સતત ચાલુ રહે તે માટે પણ પીજીવીસીએલના કર્મચારીઓ દ્રારા સતત દેખરેખ રાખવામાં આવશે.ભવનાથ ક્ષેત્રમાં પણ સતત વીજ પુરવઠો જાળવી રાખવા માટે રાઉન્ડ ધી કલોક એન્જિનિયર સાથે ટેકનિકલ કર્મચારીઓની ટીમ ફરજ બજાવશે. આકસ્મિક સંજોગોમાં હયાત ફીડરનો વીજ પુરવઠો ખોરવાય તો તેમને અન્ય રોપ વે તથા અન્ય ફીડરમાંથી વીજ પુરવઠો આપી શકાય તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં વીજ પુરવઠો પૂરો પાડતા ઇલેવન કેવી અંબાજી ફીડરનું પણ જરી સમારકામ કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech