સાંસદ બનતાની સાથે જ કંગનાને પડ્યો તમાચો, ચંદીગઢ એરપોર્ટ પર હોબાળો

  • June 06, 2024 07:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ બનતાની સાથે જ કંગનાને પડ્યો તમાચો, ચંદીગઢ એરપોર્ટ પર હોબાળો

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર કંગના રનૌત જીતી ગઈ છે .સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર ગેરવર્તણુકની ઘટના સામે આવી છે. CISFની એક મહિલા સૈનિકે તેને થપ્પડ મારી છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં મહિલા ખેડૂતોને લઈને નિવેદન આપ્યું હતું. તેનું મહિલા ગાર્ડને માઠું લાગ્યું હશે અને તેનો ગુસ્સો અત્યારે કંગનાને થપ્પડ મારીને ઉતાર્યો હતો. CISF મહિલા ગાર્ડનું નામ કુલવિંદર કૌર છે. કુલવિંદરને કમાન્ડન્ટના રૂમમાં બેસાડવામાં આવી છે.

આ ઘટના બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. કંગનાને ચંદીગઢથી દિલ્હી જવાનું હતું. સુરક્ષા તપાસ દરમિયાન મહિલા CISF જવાને આ કૃત્ય કર્યું હતું. આ પછી કંગના સાથે દિલ્હી જઈ રહેલા મયંક મધુરએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે કંગનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ દ્વારા થપ્પડ મારવામાં આવી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ હતી.

કંગના રનૌતના રાજકીય સલાહકાર મુજબ  ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ થઇ હતી.

કંગના સંસદ માટે દિલ્હી જવા રવાના  

મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.

ભાજપમાંથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બની કંગના*

કંગના રનૌત તાજેતરમાં જ ભાજપમાં જોડાઈ હતી, ત્યારબાદ પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી. કંગના મંડીમાંથી જીતી અને હવે તે બીજેપીની સાંસદ છે. તેના માટે કંગના રનૌત સંસદ માટે દિલ્હી જવા રવાના થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application