અરવિંદ કેજરીવાલ જ રહેશે મુખ્યમંત્રી...EDના રિમાન્ડ પર નિર્ણય બાદ દિલ્હીના મંત્રી આતિશીનું નિવેદન

  • March 22, 2024 10:40 PM 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. દિલ્હીના મુખ્યમંત્રીએ EDની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. નીચલી કોર્ટમાં કેસની સુનાવણી હોવાથી તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.


ગુરુવારે રાત્રે EDની ટીમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ મામલામાં EDએ શુક્રવારે દિલ્હીના સીએમને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા છે અને પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર રહેશે


મળતી માહિતી પ્રમાણે 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલવાના નિર્ણય પર આતિશીએ કહ્યું કે અમે ખૂબ જ આદરપૂર્વક અને નમ્રતાથી કોર્ટના નિર્ણય સાથે અસંમત છીએ. 2 વર્ષની તપાસ બાદ પણ ED પાસે કોઈ પુરાવા નથી. અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ રહેશે. તેમના સીએમ ન રહેવા પર કોઈ બંધારણીય પ્રતિબંધ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application