બે વેપારીનું 27.27 લાખનું સોનું લઇ કારીગર ફરાર

  • March 23, 2024 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોની બજારમાંથી વધુ એક કારીગર વેપારીનું સોનું લઈને ફરાર થઈ ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. અહીં પેલેસ રોડ પર શોરૂમ ધરાવનાર વેપારી તથા અન્ય એક વેપારીઓ મળી 27.27 લાખનું સોનું લઇ રાજસ્થાની કારીગર ફરાર થઈ જતા આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

છેતરપિંડી વિશ્વાસઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના ભક્તિનગર સર્કલ સામે ભક્તિનગર સોસાયટી મેઇન રોડ પર રહેતા નિખિલભાઇ રાજેન્દ્રભાઈ રાણપરા(ઉ.વ 34) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટમાં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના લુણવા ગામના વતની મનોજ મોહનલાલ શમર્નિું નામ આપ્યું છે.
સોની વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને પેલેસ રોડ પર શિવ મહારાજ શેરી નંબર એક માં શ્રી પ્રભુ કૃપા જ્વેલર્સ નામનો શો રૂમ આવેલો છે જેમાં તેઓ પ્રોડક્શન વિભાગનું કામ સંભાળે છે પિતા કેસ કાઉન્ટર અને કાકા મુકેશભાઈ અને તેમનો પુત્ર ગ્રાહકોને સંભાળે છે. અહીં દાગીનાના જડતર કામ આરોપી મનોજ મોહનલાલ શમર્િ પાસે કરાવતા હતા. આ મનોજકુમાર દસ વર્ષથી સોનાના ઘરેણામાં જડતર કામ કરતો હોય જેથી વેપારી તેની સાથે સારી રીતે પરિચિત હતા અને અવારનવાર સોનાના દાગીના તેમને આપતા હતા અને તે પણ સમયસર જડતર કામ કરી દાગીના પરત આપી દેતો હતો જેથી તેના પર પૂરેપૂરો વિશ્વાસ હતો.

દરમિયાન તારીખ 20/2/2024 ના મનોજકુમાર શમર્નિે ફોન કરી અહીં શો રૂમે બોલાવ્યો હતો બાદમાં તેને જડતર કામ માટે 22 કેરેટના 211 ગ્રામ 460 મીલીગ્રામ સોનાના દાગીના કે જેની કિંમત રૂપિયા 12.52 લાખ થતી હોય તે સોની કામ માટે આપ્યા હતા અને બે દિવસમાં તેણે પરત આપી જવાનું કહ્યું હતું જેથી તારીખ 22/2 ના સવારે ફરિયાદી શોરૂમ ખાતે આવી અવારનવાર મનોજકુમારને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં આ બાબતે તેમણે પોતાના પિતા અને કાકા તથા કાકા ના પુત્રને વાત કરી હતી.
બાદમાં અન્ય વેપારી નિલેશભાઈનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે મનોજકુમાર મારી પાસેથી પણ 14.75 લાખના દાગીના સોની કામ માટે લઈ ગયા બાદ પરત આપ્યા નથી અને ફોન સ્વીચ ઓફ કરી દીધો છે આમ આ મનોજકુમાર એ ફરિયાદીના શ્રી પ્રભુ કૃપા જ્વેલર્સ માંથી 211 ગ્રામ 460 મિલિગ્રામ સોનાના દાગીના તથા તેમના પરિચિત નિલેશભાઈ હિંમતભાઈ કાત્રોડીયા પાસેથી 249 ગ્રામ દાગીના મળી કુલ 460 ગ્રામ દાગીના કે જેની કિંમત 27.27 લાખ થતી હોય તે વિશ્વાસઘાત કરી લઈ જતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application