નમી-નેમી છ’રી પાલક યાત્રા સંઘનું જામનગરમાં આગમન

  • December 18, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૨ જાન્યુઆરીએ સંઘ પાલિતાણા પહોંચશે: આજે વિજરખીથી મતવા સંઘ પહોંચ્યો: ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરાયું: મેયર, ધારાસભ્ય, ચેરમેન સહિતના લોકો જોડાયા

જામનગરથી ગિરનાર થઈ શ્રી સિદ્ધાંચલ ગિરિરાજનો ૩૭ દિવસીય શ્રી નમિ-નેમિ-આદિજિન છ’રી પાલક યાત્રા સંઘ’નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નગરમાંથી યાત્રા સંઘનું પરિણામ કરાયું હતું. રવિવારે સવારે ૫:૩૦ વાગ્યે આ યાત્રાનું મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા સહિતના લોકોએ તેમનું ભાવભેર સ્વાગત કર્યુ હતું અને ગુરુજનોને નમન કર્યા હતાં.
જે ગચ્છસ્થવર ૫.પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય લલિતશેખર સુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મનમોહનસુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રવિશેખર સુરીશ્વરજી મહારાજ, ૫.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ, ૫.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ધર્મશેખરસુરીશ્વરજી મહારાજ, ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયધર્મસુરીશ્વરજી મહારાજ અને ૫.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હર્ષશેખરસુરીશ્વરજી મહારાજ તથા આદિ શતાધીક શ્રમણ-શ્રમણી ભગવંતોની નેત્રાનંદકારી નિશ્રામાં પ્રયાણ કર્યુ હતું,
મેહુલનગર દેરાસરથી પ્રયાણ થયેલ યાત્રા સંઘ કામદાર દેરાસર, ચંપાવિહાર દેરાસર, ઓશવાળ કોલોની દેરાસર, દિગ્વિજય પ્લોટ દેરાસર, ખંભાળિયા મેઈન ગેટ થઈને ચાંદીબજાર થઈ લાલવાડી દેરાસરે આ સંઘ પહોંચશે. ઉપરોક્ત તમામ દેરાસરે ધજા ચડાવવામાં આવી હતી.
આ યાત્રા સંઘ ૩૦ જગ્યાએ પડાવ નાખશે, તા.૧૯-૧૨-૨૦૨૪ના મતવા, તા.૨૦-૧૨-૨૦૨૪ના હરિપર, તા.૨૧-૧૨-૨૦૨૪ના કાલાવડ, તા.૨૨-૧૨-૨૦૨૪ ના ટોડા, તા.૨૩-૧૨-૨૦૨૪ ના સાતોદડ, તા.૨૪-૧૨-૨૦૨૪ ના જામકંડોરણા, તા.૨૫-૧૨-૨૦૨૪ ના વેગડીએ આ યાત્રાસંઘ પડાવ નાખશે. આમ આ યાત્રા સંઘ તા.૨૨-૦૧-૨૦૨૪ ને સોમવારે પાલીતાણા (માળ) પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application