પાલીતાણામાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું આગમન

  • November 08, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં શોભાયાત્રા નીકળી: ધર્મસભા યોજાઇ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

પાલીતાણા ખાતે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું આગમન થયું હતું, તેમના આગમન નિમિતે શહેરમાં શોભાયાત્રા નીકળી હતી, ધર્મસભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પાલીતાણા શેત્રુંજય ડુંગર પર શિવ મંદિર વિવાદ મુદ્દે શાંતિપૂર્વક વાતચીત કરી રસ્તો કાઢીશું. તેના માટે અત્રે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સાથે વાતચીત કરીશું અને તેના માટે અમારે તેઓને આ મુદ્દે મળવા અમદાવાદ જવું પડે તો ત્યાં પણ જઇને શાંતિથી વાતચીત કરી આનો સુખદ સમાધાન કરી રસ્તો કાઢીશું.
શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ અજર અમર છે. રપ૦૦ વર્ષ પૂર્વે આદ્ય શંકરાચાર્ય દ્વારા ભારતની ચારેય દિશામાં ચાર વેદ અને વૈદિક સંસ્કૃતિના પ્રચારાર્થે સ્થપાયેલ ચાર મઠ માંથી એક એટલે દ્વારકા શારદાપીઠ. આ પીઠના ૭૯ માં જગદ્દગુરુ તરીકે સ્વામી સદાનંદન સરસ્વતીજીના પદભાર ગ્રહણ અવસરે પાલિતાણા પંથકના સનાતની સંતો મહંતોના મનમાં સકંપલ ઉગ્યો કે પાલીતાણાની ભૂમિમાં જગદ્દગુરુના પાવન પગલા થાય. આ સંકલ્પને ધર્મ પ્રેમી જનતાએ આ અવસર ઐતિહાસિક બનાવ્યો હતો. પાલીતાણા ખાતે પધારેલા સ્વામી સદાનંદન સરસ્વતીજી મહારાજના મોટી સંખ્યામાં પાલીતાણા શહેર અને ગ્રામ્યની જનતાએ દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application