મલાઈકા અરોરા એક એવું નામ છે જે હંમેશા સમાચારોમાં રહે છે. મલાઈકા અરોરાની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેની ખાસ તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.
બોલિવૂડના સ્ટારકિડ્સ હંમેશા સમાચારમાં રહે છે. ખાસ વાત એ છે કે આ સ્ટારકિડ્સની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો લાડલો પુત્ર અરહાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.આટલું જ નહીં, અરહાન ખાન તેના પિતા અરબાઝ ખાનના લગ્નમાં ધૂમ મચાવી હતી. અરહાન ખાનના પિતા અરબાઝ ખાનના લગ્નના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થતાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અરહાન ખાનની જોરદાર ફેન ફોલોઈંગ પણ જોઈ શકાય છે.
અરહાન ખાનનું ફેન્સને ગમ્યું
હાલમાં જ અરહાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરહાન ખાનનું આ વર્તન જોઈને લોકોને સીધો જ સલમાન ખાન યાદ આવી ગયો. આ વીડિયો પછી લોકો અરહાન ખાનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. લોકોને અરહાન ખાનનું વર્તન પસંદ પડી રહ્યું છે.અરહાન ખાનનો આ વાયરલ વીડિયો મહિલા દિવસનો છે. વાયરલ વીડિયોમાં અરહાન ખાન રસ્તા પરથી પસાર થતી મહિલાઓ અને નાની છોકરીઓને બિરયાની પીરસતો જોવા મળે છે. બિરયાની માણતી વખતે એક નાની છોકરી અરહાન ખાનને પૂછે છે કે, તે વેજ છે કે નોન-વેજ? અરહાન ખાન તરત જ તેને ચેક કરે છે.
યુઝર્સે અરહાન ખાનના વખાણ કર્યા
અરહાન ખાન પણ નાના બાળકોનું ખાવાનું ધ્યાન રાખતો જોવા મળે છે. હવે આ વાયરલ વીડિયો પછી લોકો અરહાન ખાનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અરહાન ખાનનો આ વીડિયો જોઈને લોકોને તરત જ સલમાન ખાન યાદ આવી ગયો. ઘણા લોકો અરહાન ખાનની સલમાન ખાન જોડે સરખામણી કરી રહ્યા છે.
સાવકી માતા શુરા ખાન સાથે પણ ખાસ સંબંધ
અરહાન ખાન વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. થોડાં દિવસો પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાન છોકરાની જેમ એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. અરહાન ખાનને તેની સાવકી માતા શુરા ખાન સાથે પણ ખાસ સંબંધ છે. અરહાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઈંગ પણ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech