તારે મારી સાથે સંબધં રાખવો પડશે કહી બ્યુટીપાર્લર સંચાલિકા સાથે મારકૂટ

  • September 02, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મવડીમાં રહેતા શખસે બ્યુટી પાર્લર સંચાલિકાને રાત્રિના એ.જી.ચોક નજીક રસ્તામાં રોકી તારે મારી સાથે સંબધં રાખવો પડશે તેમ કહી બાવડું પકડી મારમાર્યેા હતો. તેમજ ધમકી આપી હતી. આ સમયે મહિલાનો ભાઈ અહીંથી પસાર થતા તેણે બહેનને બચાવવાનો પ્રયાસ કરતા આ શખસે તેની સાથે પણ મારકૂટ કરી હતી જે અંગે મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી અગાઉ મહિલાના પાડોશમાં રહેતો હોય ત્યારે બંને વચ્ચે વાતચીતનો સંબધં હતો. પરંતુ મહિલાએ સંબધં તોડી નાખતા સંબધં રાખવા માટે ફરજ પાડી તેની પજવણી કરવા લાગ્યો હતો.
યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસેના વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષીય બ્યુટી પાર્લર સંચાલિકાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડીમાં શિવ ટાઉનશિપમાં રહેતા હર્ષ હેમંતસિંહ ડોડીયાનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં તેના છૂટાછેડા થઈ ગયા છે તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે તે બ્યુટી પાર્લરમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમના કવાર્ટરમાં હેમંતસિંહ ડોડીયા રહેતા હોય જેથી તેમના પુત્ર હર્ષ સાથે પરિચય થયો હતો બાદમાં બંને વાતચીત કરતા હતા બે માસ પૂર્વે ખરાબ વ્યવહાર કરતા મહિલાએ પોલીસમાં ફોન કરવાની વાત કરી હતી. જેથી હર્ષે બીજીવાર આવું નહીં કં તેમ કહ્યું હતું અને આ સમયે મહિલાએ મારે કોઈ સંબધં નહીં હવે તું મને ફોન નહીં કરતો તેમ કહી સંબધં પૂરા કરી ફોન કરવાની ના પાડી હતી. તેમ છતાં હર્ષ સંબધં રાખવા માટે અવારનવાર ગાળો બોલી મહિલાના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપતો હતો.
દરમિયાન ગઈકાલ રાત્રિના મહિલા એકટીવા લઇ જડ્ડત્પસ હોટલ પાસે મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે હર્ષે તેનો પીછો કરી વાહન રોકવા માટે કહ્યું હતું પરંતુ મહિલાએ વાહન ન અટકાવતાં હર્ષ તેની પાછળ પાછળ જવા લાગ્યો હતો અને પોતા દશ વાગ્યા આસપાસ એ.જી. ચોક પ્રધુમન હાઇટસ પાસે રસ્તામાં રોકી મહિલાના વાહનની ચાવી કાઢી લીધી હતી.બાદમાં તેને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યેા હતો. તેમજ પતાવી દેવાની અને ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે, મારી સાથે સંબધં રાખવો પડશે તેમ કહી મહિલાનું બાવડું પકડી તેને ખેંચી સાથે લઈ જવાનો પ્રયાસ કર્યેા હતો. દરમિયાન મહિલાનો સગો ભાઈ અહીંથી રિક્ષા લઈને નીકળતા તે જોઈ જતા તેને હર્ષને અટકાવવાનો પ્રયાસ કરતા હર્ષે તેને પણ ઢીકાપાટુનો મારમાર્યેા હતો. દરમિયાન પોલીસને જાણ કરી દેતા પીસીઆર વાન આવી ગઈ હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બાદમાં તેમણે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે છેડતીનો ગુનો નોંધી આરોપીને ઝડપી લઈ જરી કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી આર.રત્નુ ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application