તમે એન્જિનિયર છો કે અભણ? તમે પણ નાલાયક છો: એમપી હાઇકોર્ટ

  • February 29, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિસ્ટર, તમે ભોપાલથી ટીએ ડીએ લાવ્યા છો. ટાઈપ કરેલું સોગંદનામું લઈને કોર્ટમાં રજૂ કર્યું. એમાં શું લખ્યું છે અને શું નથી એ વાંચવાનો પ્રયત્ન કર્યો. તમે એન્જિનિયર છો કે અભણ? તમે સરકાર પાસેથી કયો પગાર લો છો, કારકુનનો કે પોસ્ટમેનનો? તમે પણ જૂના અધિકારીઓની જેમ નાલાયક છો આ કડક ઠપકો મધ્ય પ્રદેશ કોર્ટમાં અર્બન એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (ભોપાલ)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાકેશ રાવતને ગ્વાલિયર બેંચના જસ્ટિસ રોહિત આર્ય દ્વારા આપવામાં આવ્યો હતો કારણકે તેઓ રાવત બેન્ચના મોટાભાગના સવાલોના જવાબ આપી શક્યા ન હતા.

હાઈકોર્ટની ગ્વાલિયર બેંચમાં ગ્વાલિયરની સ્વર્ણ રેખા નદીને પુનજીર્વિત કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભોપાલ શહેરી વહીવટ વિભાગના કાર્યકારી ઈજનેર રાકેશ રાવતે ભાગ લીધો હતો. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં જ્યારે બેન્ચે રાકેશ રાવતને પ્રશ્નો પૂછ્યા તો તેઓ જવાબ આપી શક્યા નહીં. આ સાંભળીને જસ્ટિસ રોહિત આર્ય ગુસ્સે થઈ ગયા અને તેમને સખત ઠપકો આપ્યો. તેણે અધિકારીઓને અભણ, નાલાયક અને મૂર્ખ પણ કહ્યા.
જસ્ટિસ રોહિત આર્યની નારાજગી અને આકરી ટિપ્પણી બાદ એડિશનલ એડવોકેટ જનરલ અંકુર મોદીએ દસ્તાવેજો રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. આ પછી કોર્ટે અરજી પર સુનાવણીની આગામી તારીખ 5 માર્ચ નક્કી કરી છે. સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી વરિષ્ઠ એડવોકેટ કેએન ગુપ્તા અને ઇન્ટરવેનર અવધેશ સિંહ તોમર હાજર હતા. ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્માર્ટ સિટીએ પણ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે.
સુનાવણી માટે આગામી તારીખ આપવાની સાથે કોર્ટે કોર્પોરેશનને 2017માં ગટરલાઈન નાખવા અને અન્ય કામો માટે મળેલા 173 કરોડ રૂપિયાના ખર્ચની વિગતવાર માહિતી આપવા જણાવ્યું છે. આ ઉપરાંત પ્રોજેક્ટમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓને પણ 5 માર્ચે કોર્ટમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application