શું તમે પણ ચોમાસામાં શરદીની સમસ્યાથી પરેશાન છો? તો તેનો ઉપચાર રહેલો છે તમારા ઘરમાં જ

  • August 01, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસું એટલે કે વરસાદની ઋતુ ખૂબ જ સુંદર હોય છે પરંતુ તે પોતાની સાથે અનેક બીમારીઓ અને એલર્જી પણ લઈને આવે છે. જેમાં શરદી અને છીંકનો સમાવેશ થાય છે. જો કે આ લક્ષણો કંટાળાજનક હોઈ શકે છે. જેના માટે અસંખ્ય ઘરેલું ઉપચાર છે જે દવાઓની જરૂર વગર તેમાંથી રાહત મેળવી શકાય  છે.


ગરમ પાણીની નાસ લેવી :

નાસ લેવાથી નાક સાફ થઈ શકે છે. પાણી ઉકાળો તેને બાઉલમાં રેડો અને માથાને ટુવાલ વડે ઢાંકી દો અને નાસને લેવા માટે તેના પર ઝુકી અને થોડીવાર ઊંડા શ્વાસ લો.


મીઠાના પાણીથી કોગળા કરવા :

મીઠાના પાણીથી કોગળા કરવાથી શરદીની સમસ્યામાં રાહત મળી શકે છે.


આદુ ચા :

 તાજા આદુના ટુકડાને પાણીમાં ઉકાળીને આદુની ચા બનાવી, વધારાના સ્વાદ અને રાહત માટે તેમાં મધ અને લીંબુ ઉમેરી ચા પીવાથી શરદીમાં રાહત મળી શકે છે.


મધ :

મધ તેના એન્ટીબેક્ટેરિયલ અને સુખદાયક ગુણધર્મો માટે જાણીતું છે. કાચા સ્થાનિક મધની એક ચમચી ગળામાં થતી બળતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે અને ખાંસી અને છીંકથી રાહત આપે છે.


દૂધ અને હળદર :

હળદરએ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદરનો પાઉડર ભેળવીને સૂતા પહેલા પીવો, આનાથી વહેતા નાકમાં રાહત મળશે અને સારી ઊંઘ પણ આવશે.


નીલગીરી તેલ :

નીલગિરીનાં તેલમાં ઠંડકની અસર હોય છે જે નાક ખોલવામાં મદદ કરી શકે છે. ગરમ પાણીના બાઉલમાં નીલગિરી તેલના થોડા ટીપાં ઉમેરી, માથાને ટુવાલથી ઢાંકી શકો છો અને વરાળ શ્વાસમાં લઈ શકો છો. નીલગિરી તેલનો સીધો ત્વચા પર ઉપયોગ કરશો નહીં ખાસ કરીને બાળકો માટે.


કાળા મરી અને મધ :

એક ચપટી કાળા મરીને મધમાં ભેળવીને દિવસમાં તેનું સેવન કરવું. આ મિશ્રણ ગળાના દુખાવાને ઘટાડવામાં અને દુખાવાને શાંત કરવામાં મદદ કરી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application