યુપીમાં પ્રાણીઓ દ્વારા ટ્રેન દુર્ઘટના કરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. યુપીમાં એક જ રાત્રે એક જ જગ્યાએ ત્રણ ટ્રેનો સામે પ્રાણીઓ અથડાયા હતા. આ ઘટના દિલ્હી-લખનૌ રેલ્વે માર્ગ પર દબટોરા ગામ પાસે બની હતી. દિલ્હી-લખનૌ રેલ્વે માર્ગ પર એક જ રાતમાં ટ્રેનો સાથે પ્રાણીઓ અથડાવાની ત્રણ ઘટનાઓ બની હતી.
આ દુર્ઘટના સોમવારે રાત્રે યુપીના દાબતોરી રેલવે સ્ટેશન પાસે બની હતી. સૌ પ્રથમ રાત્રે 9.35 વાગ્યે, જ્યારે 04317 અલીગઢ બરેલી પેસેન્જર ટ્રેન પસાર થઈ, ત્યારે ત્રણ પ્રાણીઓ કચડાઈને મૃત્યુ પામ્યા હતાં. જેના કારણે લગભગ 15 મિનિટ સુધી રેલવે માર્ગ ખોરવાઈ ગયો હતો અને ટ્રેન ત્યાં જ ઊભી રહી ગઈ હતી. ત્યારબાદ ટ્રેકને સાફ કરીને આગળ મોકલવામાં આવ્યો હતો.
ફરીથી થયો અકસ્માત
આના થોડા સમય પછી 10.27 વાગ્યે જ્યારે એક ઇલેક્ટ્રિક એન્જિન ત્યાંથી પસાર થયું, ત્યારે પાંચ પ્રાણીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા અને તેઓ પણ મૃત્યુ પામ્યા હતાં. આ પછી રાત્રે 11.35 વાગ્યે જ્યારે લખનૌથી દિલ્હી જતી 14013 સદભાવના એક્સપ્રેસ ત્યાંથી પસાર થઈ, ત્યારે રેલવે ટ્રેક પર ઉભેલા પાંચ પ્રાણીઓ તેની ઝપેટમાં આવી જતાં મોત નીપજ્યાં હતા.
આ ઘટના બાદ મોડી રાત્રે આરપીએફના જવાનોને ટ્રેક સાઈડ પર તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આવી ઘટના સામાન્ય રીતે બનતી નથી કે એક જ રાત્રે એક જ જગ્યાએ ત્રણ વખત ટ્રેન જાનવર સાથે અથડાય. રેલવે પણ તેને ષડયંત્રના દૃષ્ટિકોણથી જોઈ રહ્યું છે અને આ એંગલથી મામલાની તપાસ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech