પોરબંદર જિલ્લામાં સિદ્દી ટેલેન્ટ આઇન્ડેટીફીકેશન પ્રોગ્રામ અન્વયે તાલીમ શિબિર માટે અરજીઓ મંગાવામાં આવી છે.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતભરના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા અને સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિઓમાં જીવનનિર્વાહ કરતા સમુહોના પરિવારજનો સાહસિકતા, સંઘર્ષ, સહનશીલતા,લડાયક જેવા ગુણો ધરાવતા હોય છે.
ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ,જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં વસતા સિદ્દી સમાજની સુષુપ્ત રમત શક્તિઓ શોધી જુદી જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા માટે તૈયાર કરવા તથા શિક્ષણના સમન્વય સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની અલગ અલગ માધ્યમથી શોધ કરવામાં આવે છે,જે અનુસંધાને પોરબંદર જિલ્લામાં તથા પોરબંદરના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા સિદ્દી સમાજના બાળકોમાં રહેલ રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઇન્ડેટીફીકેશન પ્રોગ્રામ થનાર છે.જે અન્વયે આગામી સાત દિવસ તાલીમ શિબિર યોજવામાં આવશે.જેમાં તા.૧.૧.૨૦૧૧ થી ૩૧.૧૨.૨૦૧૬ દરમ્યાન જન્મેલા સિદ્દી ભાઈઓ અને બહેનો પ્રતિભાવન બાળકોના રજીટ્રેશન ફોર્મ સરદાર પટેલ રમત સંકુલ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતેથી મેળવી લેવા ઉપરાંત ફોર્મ પરત ઉપરોક્ત સરનામે પરત જમા કરવા અને આ તાલીમ શિબિર પુર્ણ થયા બાદ પ્રતિભાશાળી સિદ્દી ખેલાડીઓને ગુજરાત રાજય સરકારની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજનામાં સીધો જ પ્રવેશ ફાળવવામાં આવશે.વધુ માહિતી માટે સંપર્ક નં.મશરૂભાઈ રબારી મો.નં.૯૭૨૪૮૬૮૨૫૭ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech