જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતીય કુમાર શ્રી વિઠ્ઠલનાથજીના 510 માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં વૈષ્ણવો દ્વારા આગામી મંગળવાર તારીખ 24 ડિસેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંગળવારે અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલીમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ (જલેબી ઉત્સવ) નિમિત્તે સર્વ કાર્યક્રમોનું આયોજન પણ થયું છે. જેમાં આવેલી સેવાકુંજ હવેલી સંચાલિત સેવાનિધિ પાઠશાળાના બાળકો તેમજ સત્સંગ મંડળ દ્વારા સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. બાળકો દ્વારા શ્રી ગુસાઈજીની વાર્તા, નાટિકા નૃત્ય, વધાઈ કીર્તન તેમજ બહેનો દ્વારા રાસ થશે. સાંજે 6:30 થી 8:30 વાગ્યા સુધી રહેશે. આ વરણાંગીના મનોરથી તરીકે વિનુભાઈ બરછા (ઘી વાળા) રહેશે.
આ સાથે અમાસ સુધી દરરોજ સાંજે 4 થી 6 દરમિયાન શ્રી ગુસાઈજીના પાઠ તેમજ તારીખ 25 ના રોજ શ્રી યમુનાષ્ટકના 108 પાદ અને 108 પદ થશે. આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે વૈષ્ણવ ભાઈઓ બહેનોને હવેલીના પૂજ્ય માધવી વહુજી તેમજ વિનુભાઈ બરછા દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કોંગ્રેસ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહના વિવાદિત નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન
December 19, 2024 01:05 PMજામનગર નાગનાથ ગેટ નજીક કેવી રોડ પાસે આવેલ શેરીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન
December 19, 2024 12:45 PMશાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ 2'માં ખીલશે
December 19, 2024 12:24 PMલાપતા લેડીઝના શૂટિંગ દરમ્યાન રવિ કિશને160 પાન ખાધાં
December 19, 2024 12:22 PMતબ્બુ છુપી રુસ્તમ નીકળી:હોલીવુડમાં ડંકો વગાડ્યો
December 19, 2024 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech