ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્માબેન ગરના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કલેકટર કચેરીના સભાખડં ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લ ામાં શાળા આરોગ્ય રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, તેમજ બાળકોને લગતી વિવિધ યોજનાઓની કામ થયેલ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠક સિવિલ હોસ્પિટલ, જેલ, પ્રાથમિક શાળાઓ, સખી વન સ્ટોપ સેન્ટરર, શિશુ મંગલ વિશિષ્ટ્ર દતક સંસ્થા સહિતની મુલાકાત લીધી હતી.
અધ્યક્ષે પ્રાથમિક શાળા પી.એમ ગિરનાર દરવાજા મધ્યાન ભોજન કેન્દ્ર , ભવનાથ પોલીસ સ્ટેશન, આંગણવાડી કેન્દ્ર ૩ દોલતપરા સ્વામિનારાયણ સોસાયટી જૂનાગઢ, આંગણવાડી કેન્દ્ર ૪ અર્બન હેલ્થ સેન્ટર જૂનાગઢ, અર્બન હેલ્થ સેન્ટર દોલતપરા, ગ્રામ ઉધોગ પ્રાથમિક શાળા મધ્યાન ભોજન સેન્ટર ૬, સિવિલ હોસ્પિટલ, જેલ, સખીવન સ્ટોપ સેન્ટર, આદર્શ નિવાસી શાળા (વિ.જા) છાત્રાલય, જોષીપરા, સાંપ્રત સંસ્થા વિજાપુર, આદર્શ નિવાસી શાળા (કન્યા) જૂનાગઢ બિલખા રોડ, શિશુ મંગલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ એન્ડ ગલ્ર્સ, શિશુમંગલ વિશિષ્ટ્ર દતક સંસ્થા, જૂનાગઢની મુલાકાત લીધી હતી.
મુલાકાત બાદ કલેકટર કચેરીના સભાખડં ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગુજરાત રાય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિ ાબેન ગરે બાળકને સુરક્ષા, સ્વાસ્થ્ય અને શિક્ષણમાં અવ્વલ થાય તે દિશામાં કામગીરી આપણે ટીમવર્ક થી કરવી જરી છે. વિવિધ વિભાગના અધિકારીઓને બાળકોના હિત અને અધિકારો ન છીનવાય તે દિશામાં વધુને વધુ શ્રે કામગીરી કરવા જરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને લગતા નોંધાયેલા ગુન્હાઓની માહિતી, જિલ્લ ામાં આવેલ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની વિગત, વિધાદીપ યોજના, વિધાલમી બોન્ડ યોજના, આરટીઆઇ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ, સ્કૂલ ઓફ એકસલન્સ, કાર્યરત યોજનાઓની સમીક્ષા, જિલ્લ ા બાળ સુરક્ષા એકમ, તેમજ બાળ લગ્ન અટકાવવા થયેલ કામગીરી સહિતની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૈાધરી, સીડીએચઓ ઙો.અલ્પેશ સાલ્વી, મહિલા અને બાળ અધિકારી સોજીત્રા, જિલ્લ ા બાળ સુરક્ષા અધિકારી મહિડા, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારી–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech