ભગવાન ગણપતિને વિનાયક, લંબોદર, વિઘ્નહર્તા અને અન્ય ઘણા નામોથી બોલાવવામાં આવે છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થીના તહેવારને ભારતના ઘણા ભાગોમાં ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તૈયારી અગાઉથી શરૂ થાય છે. લોકો તેમના ઘરો અને આસપાસના વિસ્તારો અને બાપ્પાની મૂર્તિની સ્થાપના અને પૂજા સ્થળને ખૂબ જ સુંદર રીતે શણગારે છે.
ભક્તો તેમના ઘર અથવા પંડાલમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે. પરિવારના તમામ સભ્યો અને પડોશના લોકો સાથે મળીને બાપ્પાના પૂજા સ્થાન પર પૂજા અને ભજન-કીર્તન કરે છે. તેમજ ફળો, ડ્રાય ફ્રુટ, સ્વાદિષ્ટ વાનગીઓ અને વિવિધ પ્રકારની મીઠાઈઓ બાપ્પાને અર્પણ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન ઘરોમાં ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. ભોગ ચઢાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભોગ સાદો, શુદ્ધ અને ભગવાનને મનપસંદ વસ્તુઓનો બનેલો હોવો જોઈએ.
માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશને મોદક અને લાડુ ખૂબ જ પ્રિય છે. એટલે લોકો ભગવાનને આ મીઠાઈઓ ચઢાવે છે પરંતુ તેની સાથે બાપ્પાને મલાઈ પેંડા પણ ચઢાવી શકો છો. તેને ઘરે જ બનાવી શકાય છે. જાણો તેને બનાવવાની રીત:
સામગ્રી
1 કપ માવો , 1/2 કપ ખાંડ, 1/4 કપ દૂધ, 2 ચમચી ઘી, 1/4 ટીસ્પૂન એલચી પાવડર અને સમારેલા કાજુ, બદામ અથવા પિસ્તા
તેને બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. આ પછી તેમાં માવો ઉમેરીને ધીમી આંચ પર આછા સોનેરી થાય ત્યાં સુધી તળો. જ્યારે તેનો રંગ આછો સોનેરી થવા લાગે ત્યારે તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી તેમાં ખાંડ નાખીને સતત હલાવતા રહો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો પછી તેમાં એલચી પાવડર ઉમેરો. હવે આ મિશ્રણને ઠંડુ થવા માટે રાખો. હવે એક ટ્રેમાં ઘી લગાવો અને આ મિશ્રણને તેમાં રાખો. આ પછી હાથ પર ઘી લગાવો અને આ મિશ્રણને પેડાનો આકાર આપો. તેને કોઈપણ આકારમાં બનાવી શકો છો. હવે આ પેંડાને કાજુ, બદામ કે પિસ્તા લગાવીને સજાવો. બસ, મલાઈ પેંડા તૈયાર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech