લેન્ડ ગ્રેબીંગ કાયદાના દુરઉપયોગ સામે અદાલતની લાલ આંખ: લેન્ડ ગ્રેબીંગ કેસમાં કાયદાની યોગ્યતા અંગે ગુજરાત હાઇકોર્ટે આપેલ નિર્ણય બાદ આગોતરા જામીન મંજુર
તા. ૧૬/૧૨/૨૦૨૦ થી લેન્ડ ગ્રેબીગ એક્ટ (ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ, ૨૦૨૦) નો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો છે.
આ કાયદાની આકરી જોગવાઈઓ મુજબ કોઈ પણ જમીનનો કબજો ધરાવતી વ્યક્તિ પાસે જો કાયદેસરના દસ્તાવેજ કે આધાર ન હોય તેવી વ્યક્તિને કલેકટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી સમિતિ લેન્ડ ગ્રેબર (જમીન પચાવી પાકનાર) જાહેર કરી તેની સામે ફોજદારી કેસ દાખલ કરવા આદેશ કરી શકે છે. આ કાયદા તળે ૧૦ વર્ષ સુધી સજાની જોગવાઈ છે.
જામનગર આણંદા બાવા ચોકમાં શાંતી ભવન જૈન દેરાસર પાસે આવેલા, રહેણાંકના મકાન બાબતે મકાનના માલિક કહપેશ કિશોરભાઈ મહેતાને ૨૦૧૯ માં પોલીસમાં હરિયાદ કરી હતી કે, ફરિયાદીને બે વર્ષ અગાઉ ૨૦૧૭ માં મનિષ દાઉદીયા, દિપેશ દાઉદીયા, વિકી દાઉદીયા અને ભાવનાબેન દાઉદીયાએ તા. ૨૫/૫/૨૦૧૭ ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ઘરમાં પ્રવેશી મારકુટ કરી કાઢી મુકેલ અને મકાન ખાલી કરાવી પોતાનુ તાળું મારી દીધેલ. ફરિયાદી પરિવાર સાથે જામનગર છોડી ચાલ્યા ગયેલ અને ૨ વર્ષ બાદ પોલીસ ફરિયાદ કરી હતી.
આ સમયે લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલમાં ન હોય, ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૮૬,૪૪૧,૫૦૬(૨),૧૧૪ વિગેરે મુજબનો ગુન્હો નોંધાયેલ અને આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવેલ છે. આ કેસ ફોજદારી અદાલતમાં ચાલુ છે.
આ દરમ્યાન ધર્મેશ ભગવાનજીભાઈ દાઉદીયા અને કમલેશ ભગવાનજીભાઈ દાઉદીયા સામે ફરિયાદી કલ્પેશ કિશોરભાઈ મહેતા સામે દિવાની અદાલતમાં દાવો દાખલ કરી રજુઆત કરી હતી કે વાદીએ પોતાના મકાન માલિકે અવેજની રકમ સ્વીકારેલ, જે-તે સમયે આ મિલ્કત સીટી સર્વેમાં તેમના પિતા અને કાકાના નામે મિલ્કત હોવાથી દસ્તાવેજ કરી આપેલ નહી. મકાન માલિક જામનગરમાં ૨૦૧૬-૨૦૧૭ મનિ ચેન્જરનો ધંધો કરતા હોય, ગામમાંથી મોટી રકમો પડાવી નાશી ગયેલ હતા અને જામનગરની અદાલતમાં તેમની સામે જુદી-જુદી વ્યક્તિઓએ ચેકો પાછા ફરતા ફોજદારી કેસો દાખલ કરેલા છે. આ મકાનનો મકાન માલિક દસ્તાવેજ કરી આપતા ન હોવાથી ધર્મેશ દાઉદીયા અને કમલેશ દાઉદીયાએ દિવાની અદાલતમાં દાવો કરેલ જે હાલ દિવાની અદાલતમાં પેન્ડીંગ છે. આ દરમ્યાન લેન્ડ ગ્રેબીગ કાયદો અમલમાં આવેલ હોય, આ કામના ફરિયાદીએ કલેકટર અને તેમના અધ્યક્ષ સ્થાને નિમાયેલ સમિતિએ આ અરજી પર સુનવણી કરેલ અને તે સમયના પ્રાંત અધિકારીશ્રી આસ્થાબેન ડાંગરે સ્થળ પર જઈ નિરીક્ષણ કરેલ.
બાદમાં કલેક્ટર અને તેમના અધ્યક્ષ સ્થાને રચાયેલ સમિતિ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સભ્યો છે. તેઓએ માત્ર આરોપીઓ પાસે કાયદેસરનો દસ્તાવેજ ન હોય, જેથી આ કામના આરોપીઓ સામે ફરિયાદ નોંધવા આદેશ કરેલો.
આ ઘટના અંગે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધેલ અને તપાસ હાથ ઘરેલી. જેમાં બન્ને આરોપીએ જામનગર આ તળેની સ્પેશ્યલ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી કે, આ કાયદાનો હેતુ સરકારી અને અન્ય જમીનો પર ગેરકાયદેસર કબજો કરી તેનું વેચાણ કરી કે ભાડે આપી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ભુ-માહિયા સામે કડક કાર્યવાહી કરવા માટેનો છે. આ કાયદાનો હેતુ મકાન માલિક અને ભાડુત કે દિવાની તકરારોને કોરાણે મુકવાની નથી. મિલ્કત અંગે દિવાની વ્યવહારો થયેલ હોય અને કબજો માલિક ધ્વારા સ્વૈછાએ આપેલ હોય, તેવા કારણે માત્ર દસ્તાવેજી પુરાવો કબજેદાર રજુ ન કરી શકે તેવા કારણસર ભુ-માહિયા ગણી શકાય નહી અને આ કાયદા તણે ફરિયાદ કરાનો નિર્ણય કરી શકાય નહી.
આ કેસમાં આરોપીઓએ અવેજની રકમ પુરી ચુકવી આપી છે. ફરિયાદીના ટાઈટલ પુરતતા કરાવાની બાકી હોવાના કારણે દસ્તાવેજ થઈ શકેલ ન હોય તેવા કિસ્સામાં મકાન માલિક ફરી શકે નહી અને આવા સંજોગોમાં વર્ષોથી કબજો આપેલ હોય અને ત્યારથી અરજદારો કબજેદારો હોય તેવા સંજોગો હોય આ કામે ગુનો બનતો નથી. ફરિયાદી ધ્વારા થતા આ કાયદાના આ ગેર-ઉપયોગને અટકાવવા કલેકટર અને તેના અધ્યક્ષ સ્થાને નિમાયેલ સમિતિના સભ્યોને રોકવા ફરજ છે.
આ કિસ્સામાં કલેકટર અને તેમના અપક્ષ સ્થાને રચાયેલ સમિતિએ આ બાબતે માત્ર દસ્તાવેજ ન હોવાથી ફરિયાદ નોંધેલાનો આક્ષેપ કરેલ છે.
આમ આ કામે આરોપીના વકિલ શ્રી વી.એચ. કનારા ધ્વારા એવી રજુઆત કરવામાં આવેલ હતી કે આ કાયદાનો ઉદેશ અને અન્ય રાજયમાં આવા કાયદાને રદ કરવામાં આવેલ છે. જેથી આ આગોતરા જામીન અરજી ગ્રાહય રાખવા અરજ કરેલ હતી. આ કામે સ૨કા૨ તરફે સરકારી વકિલશ્રીએ આ આગોતરા જામીન અરજી રદ કરવા દલીલ કરી હતી.
ઉભય પક્ષની રજુઆતો બાદ આ કાયદા તળેની સ્પેશ્યલ જજ શ્રી વી.પી. અગ્રવાલસલિબે આ અરજી મંજુર કરી હતી.
આ કામે અરજદાર તરફે વકિલ શ્રી ડો. વી.એચ. કનારા, એસ.બી.વોરીયા, ડી.એન.ભેડા,વી.ડી.બારડ, આર.એ.સહિયા, આર.ડી.સિસોટિયા, રૂપા બેન વસરા, જશુ.એમ.નંદાણીયા, પી.એન. રાડિયા, વી.એસ.ખીમાણીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech