પોરબંદરમાં જિલ્લા ભાજપ દ્વારા નૂતનવર્ષના સ્નેહમિલનનુ આયોજન તાજાવાલા લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યુ ત્યારે પોરબંદરના સાંસદ એવા કેન્દ્રીયમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવી દીધુ હતુ કે પોરબંદરમાં નવા ઉદ્યોગો લાવવા હશે તો અસામાજિક તત્ત્વોને ડામવા જ પડશે.
પોરબંદરના તાજાવાલા લોહાણા મહાજનવાડીના હોલ ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી ડો. મનસુભાઇ માંડવીયાની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ પરિવારના સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારે સાંસદ ડો. મનસુખ માંડવીયાએ તેમના ઉદ્બોધનમાં એવુ જણાવ્યુ હતુ કે આપણાં ગુજરાતના પનોતા પુત્ર તથા નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ગુજરાત અંત્યોદય ના ઉત્થાન થકી સુશાસનના ફળ રાજ્યના કોટિ કોટિ લોકો સુધી પહોંચાડયા છે. અત્યારે આપણે સૌ કાર્યકર્તાઓએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરવા નૂતન વર્ષ વિક્રમ સંવંત ૨૦૮૧માં દ્રઢ સંકલ્પ લઇ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીયે. રાષ્ટ્રીય પ્રમુખ ડો. જે.પી. નડ્ડા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં પાર્ટીના સંગઠનને મજબુત કરવા અને સંકલ્પો લેવા માટે પોરબંદર વિધાનસભાના પ્રત્યેક બુથના કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાઇ રહ્યુ છે ત્યારે પોરબંદરમાં નવા ઉદ્યોગો લાવવા માટે અને જિલ્લાના વિકાસ માટે અમો હર હંમેશ કટિબધ્ધ છીએ. પરંતુ નવા ઉદ્યોગો ત્યારે જ આવશે કે જ્યારે ગુંડાગીરી અને અસામાજિક તત્વો પોરબંદરની હદપાર હશે અને તેથી જ આ મુદે ભાજપ સરકાર કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી. ગુંડાગીરીને નાથીને જ નવા ઉદ્યોગોને લાવી શકાશે ત્યારે તેમાં ભાજપના દરેક આગેવાનો અને કાર્યકરોનો સાથ સહકાર અનિવાર્ય છે તેમ પણ ડો. મનસુખ માંડવીયાએ જણાવીને આડકતરી રીતે કાર્યકરોને સાથે રહેવા જણાવી દીધુ હતુ.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહિત પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઇ ઓડેદરા(પટેલ), જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર સહિત અગ્રણીઓએ તેમના ઉદ્બોધનમાં નુતન વર્ષની શુભેચ્છા આપવાની સાથોસાથ નવુ વર્ષ પોરબંદર માટે દરેક રીતે શુકનવંતુ નીવડે તેવી આશા અપેક્ષા રાખી હતી.પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, માર્કેટીંગયાર્ડના ચેરમેન લક્ષ્મણભાઇ ઓડેદરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech