જામનગરની વધુ એક મહિલા ગાંજાનો વેપરો કરતી ઝડપાઈ

  • July 22, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘાંચીની ખડકી વિસ્તારમાં એસઓજીનો દરોડો : માતા-પુત્ર દ્વારા ચલાવાતા નશીલા પદાર્થના વેચાણ નેટવર્કનો પર્દાફાશ

જામનગરમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં માતા-પુત્ર દ્વારા મકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવે છે એવી બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી મહિલાને ૩.૬૫ કી.ગ્રા. ગાંજા સાથે અટકાયત કરી હતી જયારે તેના પુત્રને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જામનગર અને સિકકા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતી ત્રણ મહિલાઓ ઝપટમાં આવી હતી.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાંં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા જે અનુસંધાને એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના દિનેશભાઇ સાગઠીયા, સોયબભાઇ મકવાને બાતમી મળેલ કે ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતી નિયામતબેન ગુલમામદ શેખ બહારથી ગાંજો મંગાવી પોતાના રહેણાંક મકાને તેનુ છુટક વેચાણ કરે છે જેથી રેઇડ કરતા મહિલાને ગેરકાયદે માદક પદાર્થ ગાંજો ૩ કિલો ૬૫ ગ્રામ કિ. ૩૦૬૫૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૫૩૬૫૦ સાથે પકડી પાડી હતી.
મહિલા નિયામતબેન શેખનો પુત્ર હુશેન ઉર્ફે વાઘેર ગુલમામદ શેખ બહારથી ગાંજો મંગાવીને મકાને બંને વેચાણ કરતા હતા હુશેનને ફરાર જાહેર કરી શોધખોળ આદરી છે, દરમ્યાન બંનેની વિરુઘ્ધ સીટી-એ ડીવીઝનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application