સલાયાના લોકોનો અનેરો વૃક્ષપ્રેમ

  • January 11, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેક વિસ્તારમાં 70 ટકા લોકોના ઘરોમાં જુદા-જુદા પ્રકારના વૃક્ષો


ખંભાળિયા તાલુકાનું સલાયા ગામ બંદર છે. સલાયા ગામમાં બોર અથવા કૂવો કરો તો પાણી પણ ખારું અથવા ભાભરું નીકળે છે. આવી જમીન હોવા છતાં સલાયાવાસીઓ પોતાના ઘરમાં જુદા જુદા વૃક્ષો વાવે પણ છે અને એ વૃક્ષો અત્યારે ઘેઘૂર બની ગયા છે. સલાયામાં આવેલ કુલ ઘરોમાંથી સિત્તેર ટકા ઘર એવા હસે કે જેમાં એક બે અથવા વધુ મોટા વૃક્ષો ઊભા હસે. એમાં પણ સલાયાવાસીઓ દ્વારા  જુદાજુદા પ્રકારના વૃક્ષો વવાય છે. જેમાં આંબા, બદામ, જામફળ, ચીકુ, સેતુર, નારિયેળી, બોર જેવા વૃક્ષો ખાસ છે, અમુક ઘરોમાં તો અંજીર તેમજ દ્રાક્ષ પણ થાય છે. મોટા ભાગના ઘરોમાં ફ્રુટના વૃક્ષો વધુ આવેલા છે.


ડેકોરેશન કરતા વૃક્ષો બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. આમ લોકો જ્યારે નવો પ્લોટ કે જગ્યામાં મકાન બનાવે છે ત્યારે વૃક્ષો માટે અલગ જગ્યા રાખી અને વૃક્ષો ઉગાડી જતન કરે છે. આમ સલાયાવાસીઓનો પોતાનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ દરેક ઘરોમાં જોવા મળે છે. જાણવા મળેલ વિગત મુજબ અમુક શ્રીમંત લોકોએ વૃક્ષો વાવવા અને એને મોટા કરવા લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, એવા પણ દાખલા છે. આમ સલાયાના લોકોનું પ્રકૃતિપ્રેમનું આં ઉતમ ઉદાહરણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application