રાજકોટ પીડબલ્યુડીનો સિનીયર કલાર્ક ૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયો
જામનગરની એસીબીની ટુકડીએ રાજકોટમાં વધુ એક સફળ ટ્રેપ કરી હતી, રાજકોટના પીડબલ્યુડીના સિનીયર કલાર્કને ા. ૫ હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કામના ફરીયાદી રાજકોટ ખાતે ફરજ બજાવતા હોય જેથી તેઓએ સરકારી કવાર્ટર મેળવવા આ કામના આક્ષેપીતની કચેરીમાં આશરે પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરેલ પરંતુ હાલ સુધી તેઓને કવાર્ટર ફાળવવામાં નહી આવતા પોતાને સરકારના ધારાધોરણ મુજબ મકાનભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવુ પ્રમાણપત્ર આક્ષેપીતની કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હોય જેથી ફરીયાદીએ આક્ષેપીત સિનીયર કલાર્ક રવિનો બ સંપર્ક કરતા આક્ષેપીતે આ પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે ૫,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ ૫,૦૦૦ રવી રાજુભાઇ મજેઠીયા, સીનીયર ક્લાર્ક (પીડબલ્યુડી રાજકોટ) ફરીયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ ગયો હતો. રાજકોટ એકમ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના સુપરવિઝન હેઠળ આ કામગીરી જામનગર એસીબી પીઆઇ આર.એન. વિરાણી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જામનગર એસીબીએ વધુ એક લાંચીયા બાબુને પકડી લીધો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશથી આવ્યો હતો? કોર્ટમાં થયો મોટો ખુલાસો
January 19, 2025 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech