મુસાફરોના ખિસ્સા હળવા કરનાર વધુ એક રીક્ષા ગેંગને ઝડપી લેવાઇ

  • January 07, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી વધુ એક રીક્ષા ગેંગને પોલીસે ઝડપી લીધી છે. એલસીબી ઝોન– ૨ ની ટીમ કાલાવડ રોડ પર જડુસ હોટલ પાસેથી બે મહિલા સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ પિયા ૧૫,૦૦૦ રિક્ષા સહિત ૬૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપીઓએ અઠવાડિયા પૂર્વે મેટોડા જીઆઇડીસીથી ચોકીદાર પ્રૌઢને રીક્ષામાં બેસાડી તેના પિયા ૨૪૦૦૦ સેરવી લીધા હતા. આ રીક્ષા ગેંગમાં અન્ય એકસ શખસ પણ સામેલ હોય તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મવડી વિસ્તારમાં શ્યામલ ઉપવનની બાજુમાં ઇસ્કોન એમબીટો એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ચોકીદાર તરીકે નોકરી કરનાર અતુલ ભાણજીભાઈ સંતોકી (ઉ.વ ૫૩) દ્રારા ગત તા. ૩૦૧૨ ના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તારીખ ૨૭૧૨ ના તે સાંજના મેટોડા જીઆઇડીસીથી રીક્ષા ભાડે કરાવી ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેમને કાલાવડ રોડ જડુસ હોટલ પાસે ઉતારી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને માલુમ પડું હતું કે તેમના ખિસ્સામાંથી . ૨૪,૦૦૦ ની રોકડ સેરવી લેવામાં આવી છે. જેથી આ અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ આ મામલે એલસીબી ઝોન–૨ ના પી.એસ.આઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન મળેલી માહિતીના આધારે કાલાવડ રોડ પર જડુસ હોટલ મેઇન રોડ પાસેથી પોલીસે આ રીક્ષા ગેંગને ઝડપી લીધી હતી. જેમાં ભાવેશ ગુગાભાઈ વાઘેલા (ઉ.વ ૩૮ રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા), બેનાબેન રાહત્પલભાઈ દંતાણી (ઉ.વ ૩૦ રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા) અને હિનાબેન ઉર્ફે ડેભી ધર્મેશભાઈ જાદવ (ઉ.વ ૨૪ રહે. ભગવતીપરા)નો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી રોકડ પિયા ૧૫૦૦૦ અને રીક્ષા સહિત ૬૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ રીક્ષા ગેંગમાં અન્ય એક શખસ નટુ દિનેશભાઈ કુંવરિયા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા) પણ સામેલ હોય આ ટોળકીમાં ભાવેશ રિક્ષા ચલાવતો યારે નટુ અને અન્ય બંને મહિલા આરોપીઓ પાછળ પેસેન્જર તરીકે રિક્ષામાં બેસતી અને મુસાફરની નજર ચૂકવી રોકડ સહિતની મતા સેરવી લેતા હતા.બાદમાં અમારે તાત્કાલિક બીજે જવાનું છે તેમ કહી મસાફરને ઉતારી દેતા હતાં. આરોપી નટુ સામે અગાઉ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન અને ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેના ગુના નોંધાઈ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application