રાજકોટમાં વધુ એક નકલી પોલીસમેને મોબાઇલ, ૮ હજાર પડાવ્યા: ધરપકડ

  • December 07, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ગઇકાલે નકલી પોલીસમેને હોટલમાં એકાંત માણવા ગયેલા યુવાનને આંતરી તેની પાસેથી ૪૦ હજારનો તોડ કર્યાની ઘટના સામે આવી હતી. દરમિયાન આજરોજ વધુ એક નકલી પોલીસના કારાનામા સામે આવ્યા છે. ગોંડલના કુંભારવાડ વિસ્તારમાં રહેતા અને મિક્રીકામ કરનાર યુવાનને નાના મવા રોડ પર એક શખસે આંતરી પોતે પોલીસમાં હોવાનું કહી બાઇકના કાગળો માંગ્યા હતાં. યુવાને તેને નામ પુછતા લાફા મારી દઇ કણકોટ પાસે લઇ જઇ યુવાન પાસેથી મોબાઇલ ફોન અને રોકડ .૮ હજાર પડાવી લીધા હતાં. આ અંગે યુવાને અરજી કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી મૂળ જામકંડોરણાના રામપર ગામના વતની અને હાલ કણકોટમાં રહેતા ઘનશ્યામ કટારીયા નામના આ શખસને ઝડપી લીધો હતો.યુવાનની ફરિયાદ પરથી આ શખસ સામે રાજયસેવકની ખોટી ઓળખ આપી નાણાં–મોબાઇલ પડાવી લેવા અંગે ગુનો નોંધ્યો હતો.પોલીસે આ શખસની આકરી સરભરા કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રા વિગતો મુજબ સંદીપકુમાર ધમાલુભાઇ બન(ઉ.વ ૨૪ રહે. કુંભારવાડ પારસ રેસીડેન્સીની સામે અક્ષર રેસીડેન્સી બ્લોક નં.૫ ગોંડલ) દ્રારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટના કણકોટમાં વર્ધમાન સોસાયટીમાં રહેતા મૂળ જામકંડોરણાના રામપર ગામના વતની ઘનશ્યામ ખીમજીભાઇ કટારીયાનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે બીએનએસની કલમ ૩૦૯,૨૦૪,૧૧૫(૨) મુજબ ગુનો નોંધ્યો છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે મિક્રીકામ કરે છે.હાલ તેનું કામ રાજકોટમાં નહેનગર શેરી નં.૧૦ મારવાડી બિલ્ડિંગ સામે ગોપલભાઇના મકાનમાં ચાલતું હોય જેથી તેમના મકાનમાં એક માસથી રહે છે. ગત તા. ૫૧૨ ના રોજ યુવાન સવારના નવ વાગ્યા આસપાસ ઘરેથી યુવાન તેની સાથે કામ કરતા મિત્ર સુનીલ સાથે બાઇક પર ભીમનગર સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં મિક્રીકામ કરવા માટે જતો હતો.દરમિયાન નાના મવા રોડ પર મહાત્મા ગાંધી સ્કુલ પાસે પહોંચતા એક શખસે યુવાનના વાહનની ઓવરટેક કરી તેનું બાઇક ઉભુ રાખી યુવાનને રોકયો હતો.બાદમાં તેણે યુવાન પાસેથી વાહનની આર.સી બુક અને ડ્રાઇવીંગ લાયસન્સ માંગતા યુવાને કોણ છો તેમ પુછતા તેણે પોતે પોલીસમાં હોવાનં કહ્યું હતું.બાદમાં યુવાને કહ્યું હતું કે હાલ કાગળ મારી પાસે નથી.જેથી આ શખસે યુવાનનો મોબાઇલ લઇ લીધો હતો અને પોતાાની સાથે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યૂં હતું.યુવાને આ શખસનું નામ પુછતા તેણે ઉશ્કેરાઇ યુવાનને લાફા મારવા લાગ્યો હતો.બાદમાં તેણે પાછળ આવવાનું કહેતા યુવાનનો મિત્ર સુનીલ અહીં ઉતરી ગયો હતો.યુવાન આ શખસની પાછળ જતા તેના વાહનમાં આગળ કે પાછળ નંબર પ્લેટ ન હોવાનું માલુમ પડયું હતું.
બાદમાં આ શખસે રસ્તામાં વાહન રોકી યુવાન પાસેથી .૧૫ હજાર માંગતા યુવાને ઇનકાર કરતા તેણે ફરી ઉશ્કેરાઇ તેને લાફા મારવા લાગ્યો હતો જેથી ડરી જઇ યુવાને તેને પોતાની પાસે રહેલા રોકડ .૮ હજાર આપી દીધા હતાં.ત્યાર બાદ નવા ૧૫૦ ફટ રીંગરોડ પર પરસાણા ચોક પાસે યુવાનનું બાઇક ઉભુ રખાવી તેને પોતાની સાથે બેસી જવા કહ્યું હતું અને યુવાનને કણકોટ ગામ પાસે લઇ ગયો હતો.જયાં તેણે કહ્યું હતું કે, તું અહીં ઉભો રહે હત્પં હમણા પોલીસની ગાડી લઇને આવું છું તેમ કહી તે અહીંથી જતા યુવાને અહીં પાનની દુકાન ત્યાં વાત કરતા પાનની ધંધાર્થીએ આ શખસ પોલીસમાં હોય તેવું લગાતું નથી તેમ કહ્યું હતું.થોડીવારમાં આ શખસ અહીં આવતા તેણે યુવાનને આ પાનના ધંધાર્થી સાથે વાત કરતા જોઇ જતા તેને શંકા જતા તે અહીંથી ભાગી ગયો હતો.બાદમાં યુવાને આ પાનના ધંધાર્થી પાસેથી .૨૦૦ ઉછીના લઇ રીક્ષા કરાવી પરસાણા ચોક બાઇક લેવા ગયો હતો. યુવાને આ અંગે તાલુકા પોલીસ મથકમાં અરજી આપતા પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી નકલી પોલીસ બનનાર આરોપી ઘનશ્યામ કટારીયાને ઝડપી લીધો હતો.બાદમાં યુવાનને બોલાવી ઓળખ કરાવતા યુુવાને આ શખસને ઓળખી કાઢયો હતો.ત્યારબાદ યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો હતો.નકલી પોલીસ બનનાર આ શખસને પોલીસે ખાખીનો અસલ પરચો આપી કાયદાનું ભાન કરાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application