કેનેડાના પ્રધાનમંત્રીને વધુ એક ઝટકો, જસ્ટિન ટ્રુડો પીએમ રેસમાં છે પાછળ

  • September 22, 2023 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યા પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચે વિવાદ થયો હતો. હવે કેનેડાના પીએમ માટે એક નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે.


ખાલિસ્તાની નેતાની હત્યા પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો છે. હવે કેનેડાના પીએમ માટે એક નવી સમસ્યા ઉભી થઈ છે. કેનેડામાં ગોળીબારની વધતી ઘટનાઓ બાદ હાથ ધરવામાં આવેલા સર્વેએ જસ્ટીન ટ્રુડોને ચોંકાવી દીધા છે. સર્વે પ્રમાણે વાત કરીએ તો કેનેડાના નાગરિકો પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ પિયર પોઈલીવરેને પસંદ કરે છે.


પીએમની રેસમાં પાછળ

કેનેડાના ગ્લોબલ ન્યૂઝ માટે IBSO દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલીવરે પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ પસંદ કરાયેલા પીએમ છે. મહત્વનું છે કે, 40 ટકા કેનેડિયન નાગરિકો પિયર પોઈલીવરેને પ્રધાનમંત્રી તરીકે પસંદ કરે છે, જ્યારે વર્તમાન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો તેમની પાછળ છે.


કન્ઝર્વેટિવ પાર્ટીને મળી શકે છે સત્તા

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ ન્યૂઝના અહેવાલ પ્રમાણે પોઈલીવરે નેતાઓ વચ્ચેનો તફાવત સૂચવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીને વર્ષ 2025 માં આગામી ચૂંટણીમાં સરકાર બનાવવા માટે બહુમતી મળવાની સંભાવના છે. હાલમાં કેનેડાની લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડોની સરકાર યથાવત છે.


પિયર પોઇલીવરેનું વધી રહ્યું છે કદ

રૂઢિચુસ્ત નેતા પિયર પોઈલીવરેનું કદ સતત વધી રહ્યું છે. 40 ટકા કેનેડિયનોનું કહેવું છે કે તેઓ પીએમ બનવા માટે શ્રેષ્ઠ પસંદગી છે. બીજી તરફ પીએમ ટ્રુડોને સારો વિકલ્પ માનતા લોકોની સંખ્યા દર વર્ષે ઘટી રહી છે અને હવે તે 31 ટકા પર સ્થિર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application