કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાતની સપ્તાહના અંતમાં શકયતા

  • March 04, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણી માટે ૧૯૫ ઉમેદવારોના નામની જાહેરાત કરીને ભાજપે ચૂંટણીની તૈયારીઓમાં કોંગ્રેસને પાછળ છોડી દીધી છે. હવે કોંગ્રેસના ઉમેદવારોના નામની રાહ જોવાઈ રહી છે. આમાં હજુ પાંચથી આઠ દિવસનો સમય લાગી શકે છે. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આ સાહના અતં સુધીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાય તેવી શકયતા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રથમ સૂચિમાં મોટાભાગના વર્તમાન સાંસદોના નામ નક્કી કરવામાં આવી શકે છે. વાસ્તવમાં, કોંગ્રેસે મોટાભાગના રાયોમાં તેના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી અંગે ઔપચારિક બેઠકો યોજી છે.

ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ગોવા અને ચંદીગઢ માટે કોંગ્રેસના સહયોગી સપા અને આપ વચ્ચે બેઠકો વહેંચવામાં આવી છે. કોંગ્રેસ હવે આ અઠવાડિયે મહારાષ્ટ્ર્ર, બિહાર, ઝારખંડ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર સહિત કેટલાક અન્ય રાજયોમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આ પછી કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની પ્રક્રિયા આગળ ધપાવશે.


સૂત્રોએ જણાવ્યું કે મોટાભાગના રાયોમાં સ્ક્રીનિંગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. પેનલોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સાહના અતં સુધીમાં સીઈસીની બેઠક યોજાય તેવી શકયતા છે, જેમાં આ પેનલોને રાખ્યા બાદ ઉમેદવારોની પ્રથમ યાદીને મંજૂરી આપવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ જિતેન્દ્ર સિંહે સંકેત આપ્યા છે કે આગામી ચાર–પાંચ દિવસમાં સીઈસીની બેઠક યોજાશે. તેમણે દાવો કર્યેા છે કે સીઈસીની બેઠક બાદ તરત જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.



સૂત્રોએ જણાવ્યું હતું કે સીઈસી સૌથી પહેલા પ્રતિકૂળ સંજોગોમાં ચૂંટણી જીતનારા વર્તમાન સાંસદોના નામ પર ચર્ચા કરશે. કેટલાક સાંસદો સીટો બદલવા માંગે છે, જેના પર પણ સીઈસીમાં ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાન સહિત કેટલાક રાયોમાં સ્ક્રીનિંગનું કામ ધીમું છે. રાજસ્થાનમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક માત્ર એક જ વાર થઈ શકી હતી. અહીંની તમામ ૨૫ બેઠકો માટેની પેનલ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.



હાલની રાજકીય પરિસ્થિતિને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડે તમામ સ્ક્રીનીંગ કમિટીને સંભવિત ઉમેદવારની પૃભૂમિની સંપૂર્ણ તપાસ કરવા સ્પષ્ટ્ર સૂચના આપી છે. વિજયી થવા ઉપરાંત ઉમેદવારનું ટકાઉ હોવું પણ જરી છે. આ ઉપરાંત એવા નેતાઓને ચૂંટણીમાં ઉતારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમની સામે ગુનાહિત, ભ્રષ્ટ્રાચાર સહિતના કોઈપણ પ્રકારના આરોપો ન હોય. આવી સ્થિતિમાં, તેઓ ટકાઉ હોવાની શકયતા વધુ હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application