60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારને વાર્ષિક રૂ. 12 હજારની સહાયની જાહેરાત

  • February 20, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન ખેડૂતો,મહિલા, આદિવાસી સમાજ અને વિદાર્થીઓને લઈને અનેક જાહેરાતો કરી હતી. આ ઉપરાંત આ બજેટમાં દિવ્યાંગ લોકો માટે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે.


નાણામંત્રીએ બજેટ દરમિયાન તેમના ભાષણમાં કહ્યું કે પ્રધાનમંત્રીની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા ‘સંત સુરદાસ યોજના’ હેઠળ 80 ટકાને બદલે હવેથી 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક રૂ. 12 હજારની સહાય આપવાની જાહેરાત કરું છું.


બજેટમાં ગુજરાતના યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા તેમજ નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. તેમણે કહ્યું કે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે. તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી.


તેમજ બજેટમાં બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ. પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.


બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયા, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. એ સિવાય નાણામંત્રીએ 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાવાની જાહેરાત કરી છે. તેમજ એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે એવી પણ બજેટમાં જાહેરાત કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application