પર્યટનને પ્રોત્સાહન આપવા યુએસની વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત

  • June 05, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે, બાઈડેન પ્રશાસને વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. આ પ્રવેશ ફકત પસદં કરેલા દેશોના નાગરિકો માટે જ ઉપલબ્ધ હશે. આ હેઠળ, સૂચિમાં સામેલ દેશોના નાગરિકો પર્યટન હેતુ માટે વિઝા વિના અમેરિકામાં પ્રવેશ કરી શકે છે અને ૯૦ દિવસ સુધી રહી શકે છે.અમેરિકાએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિઝા ફ્રી એન્ટ્રીનો વિસ્તાર કર્યેા છે. આ નીતિ હેઠળ હવે વધુ દેશોના નાગરિકોને પ્રવાસન માટે વિઝાની જર નહીં પડે. આ હેઠળ, સૂચિમાં સામેલ દેશોના નાગરિકો પર્યટનના હેતુથી વિઝા વિના અમેરિકામાં પ્રવેશી શકે છે અને ૯૦ દિવસ સુધી રહી શકે છે.જો કે આ માટે જે દેશોના નામની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ભારતનો સમાવેશ નથી. જે દેશોના નામ યાદીમાં સામેલ છે ત્યાના પ્રવાસીઓને આ લાભ મળશે. વિઝા વેવર પ્રોગ્રામમાં નીતિ ફેરફારોનો હેતુ પ્રવાસીઓ માટે યુએસમાં પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને રાહ જોવાનો સમય ઘટાડવાનો છે. યુએસ સરકાર લાસ વેગાસ, ન્યુયોર્ક, લોસ એન્જલસ અને અન્ય સહિત તેના કેટલાક સૌથી લોકપ્રિય સ્થળોની મુસાફરીને વેગ આપવા માંગે છે, તેમજ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ફટફોલ વધારવા માંગે છે. વાઇલ્ડલાઇફ પાકર્સથી લઈને ખીણો, થીમ પાર્કથી લઈને મ્યુઝિયમ, તળાવોથી ધોધ, દરિયાકિનારાથી લઈને ટાપુઓ અને ઘણું બધું સાથે અમેરિકા વિશ્વભરના લોકો માટે એક લોકપ્રિય સ્થળ છે.યુ.એસ.ના કેટલાક સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં લોસ એન્જલસ, શિકાગો, લાસ વેગાસ, રેનો, ન્યુ યોર્ક, વોશિંગ્ટન, સિએટલ, સાન ફ્રાન્સિસ્કો, હવાઈ, અલાસ્કા અને વધુનો સમાવેશ થાય છે

કયા દેશોને સુવિધા મળી
યુએસ વિઝા–ફ્રી એન્ટ્રી દેશોની યાદીમાં નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, સાન મેરિનો, સિંગાપોર, સ્લોવેકિયા, સ્લોવેનિયા, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટઝર્લેન્ડ, તાઇવાન, યુનાઇટેડ કિંગડમ, એન્ડોરા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટિ્રયા, બેલ્જિયમ, બ્રુનેઇ, ચિલીનો સમાવેશ થાય છે. , ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, આયર્લેન્ડ, ઇઝરાયેલ,ઇટાલી, જાપાન, લાતવિયા, લિકટેંસ્ટેઇન, લિથુઆનિયા, લકઝમબર્ગ, માલ્ટા, મોનાકો, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application