ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ છે તેમાં પરિક્રમાના ટ પર ૮૦ થી વધુ અન્નક્ષેત્ર દ્રારા લોકોને ભોજન પીરસવામાં આવ્યા પરંતુ અન્ન ક્ષેત્રના સંચાલકોને વિવિધ મુદ્દાઓ પર થતી મુશ્કેલી અંગે ગઈકાલે ઉતારા મંડળ દ્રારા જીણાબાવાની મઢી અને બોરદેવી ખાતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં અન્ન ક્ષેત્રના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા ના જણાવ્યા મુજબ સંચાલકોને વિવિધ મુદ્દાઓ પર ભાવે કનડગતનો સામનો કરવો પડો હતો.અગાઉની સરકારમાં આવી મુશ્કેલી ન હતી પરંતુ હવે નિયમના નામે અન્ન ક્ષેત્રને ભારે હેરાનગતિ થઈ હતી.ખાસ કરીને ગિરનારના દર્શન માટે અંદાજિત બે કરોડથી વધુ લોકો આવે છે તેથી આગામી દિવસોમાં ગિરનારને ઇકોસેનસીટીવ ઝોન માંથી મુકિત મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે, ગિરનારની અંદર જંગલ વિસ્તારમાં નદીનાળા ઉપરના ચેક ડેમમાં રહેલ કાપ કાઢીને પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા, ઉપરાંત પરિક્રમા દરમિયાન દરેક અન્ન ક્ષેત્રો પાચન ના બદલે સાતમથી સામાન લઈને આવશે, તમામ અન્ન ક્ષેત્રોને માલસામાન સીધું સામાન લઈને આવે ત્યારે ચેકપોસ્ટ ઉપર એન્ટ્રી કરીને આવવા દેવા, વાહન પાસ આપવા, નદી નાળા ઉપરના પુલ ઉપર રેલીંગ ફીટ કરવી અને અકસ્માત ન થાય તે માટે નાળા ઉપરના પુલ ઉપર રેલીંગ ફીટ કરવી, દૂધ છાશ સીધું સામાન અને પાણી ની વ્યવસ્થા પંચતત્રં અને લીલા તત્રં દ્રારા યોગ્ય રીતે કરવી, અન્ન ક્ષેત્રોને જંગલમાં એકઠું થતું સુકુલ લાકડુ બળતણ સ્વપે નિશુલ્ક આપવા, અન્ન ક્ષેત્રો ભરત યોતિ સમયે તેઓને પચં રોજ કામ કરી યુ સર્ટિફિકેટ આપવુ, એમ્બ્યુલન્સ ની સંખ્યા વધારવી, વન વિભાગ દ્રારા વિવિધ ટ પર ચાલતા અન્ન ક્ષેત્ર, પાણીનુ પરબ, લાઈટ, સહિતની પ્રવૃત્તિઓની યાદી અપડેટ કરવી, વહેતા પાણીમાં ગંદકી ન કરવી, દરેક અન્ન ક્ષેત્રમાં પાણીની સગવડ માટે બોર કરાવી આપવા, પરિક્રમાના ૩૬ કિલોમીટરના માર્ગ પર મૂળ માર્ગ ૧૫ મીટરથી પણ વધારે પહોળો કરવો જેથી હલનચલનમાં મુશ્કેલી ના પડે.
પરિક્રમા દરમ્યાન સૌથી મોટો મુદ્દો અભયારણ્ય વિસ્તારનો રહ્યો છે ઉતારા મંડળ દ્રારા અભ્યારણ વિસ્તાર રદ કરવા માટે આગામી દિવસોમાં પ્રયાસ કરશે, અન્ન ક્ષેત્રના સંચાલકો સાથે તોછડું વર્તન ન કરવું,, ગિરનારની અંદર આવેલા દરેક નદી નાળા ઉપરના ચેકડેમમાં રહેલ કાપ કાઢીને પાણીની સમસ્યાનું નિવારણ કરવું, આ ઉપરાંત એમ્બ્યુલન્સ ની સંખ્યા વધારવી ઉપરાંત પરિક્રમા ના ટ પર આવતા અન્ન ક્ષેત્ર કઠિન રસ્તા પર રેલિંગ લગાવવી બદલે સહિતના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ન ક્ષેત્રના સંચાલકોને થતી મુશ્કેલી અંગે નારાજગી વ્યકત કરી અને વર્તમાન સરકાર દ્રારા થતી કનડગત મામલે આગામી દિવસોમાં સરકારને પણ યોગ્ય કરવા જાણ કરવામાં આવશે.
મિટિંગમાં ઉતારવા મંડળ ભવનાથના ભાવેશભાઈ વેકરીયા, કાળુભાઈ સિંઘલ, હરેશભાઈ ઠુંમર, લાલજીભાઈ અમરેલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષે અન્નક્ષેત્ર ના સંચાલકો પાચનના બદલે સાતમ થી સામાન લઈને આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech