અનીશ કપૂર સતત પાંચમા વર્ષે વધુ કમાણી કરનાર ભારતીય કલાકાર

  • August 19, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લંડન સ્થિત કલાકાર અનીશ કપૂર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય કલાકાર છે. તેણે હત્પન રિસર્ચ ઇન્સ્િટટૂટ દ્રારા ઈન્ડિયા આર્ટ લિસ્ટ ૨૦૨૩માં ભારતના ૫૦ સૌથી સફળ કલાકારોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. યાદી અનુસાર તેમનું ટર્નઓવર ૯૧ કરોડ પિયા હતું. તેમની સૌથી મોંઘી આર્ટવર્ક . ૯.૨૭ કરોડમાં વેચાઈ હતી. આ સતત પાંચમું વર્ષ છે યારે ૬૯ વર્ષીય અનીશ કપૂર ઈન્ડિયા આર્ટ લિસ્ટમાં ટોચ પર છે.

આ સૂચિ ૩૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ સમા થયેલા વર્ષ દરમિયાન ભારતીય કલાકારો દ્રારા હરાજીમાં વેચાયેલી કલાના કાર્યેા પર આધારિત છે. જેમાં ચિત્રકાર અર્પિતા સિંહ ૨૪.૭૧ કરોડના ટર્નઓવર સાથે બીજા ક્રમે છે. તેમની સૌથી મોંઘી આર્ટવર્ક . ૧૧.૩૨ કરોડમાં વેચાઈ હતી. ચિત્રકાર જોગન ચૌધરી ત્રીજા નંબરે છે. તેમનું ટર્નઓવર ૧૯.૭૬ કરોડ પિયા રહ્યું. તેની સૌથી મોંઘી આર્ટવર્ક ૪.૪૦ કરોડ પિયામાં હરાજી થઈ હતી.

૧૯૫૪માં મુંબઈમાં જન્મેલા અનીશ કપૂર ૧૯૭૨માં બ્રિટન ગયા હતા. તેઓ સમયાંતરે ભારતની મુલાકાત લેતા રહે છે. તેમને વલ્ર્ડ ટ્રેડ સેન્ટર પર ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ થયેલા હત્પમલાના બ્રિટિશ પીડિતો માટે એક સ્મારક બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે વિશાળ અને અત્પત રચનાઓ બનાવવા માટે જાણીતા છે. તેમની કેટલીક કૃતિઓ બ્રિટનના ટેટ મોર્ડન ટર્બાઇન હોલ અને શિકાગોના મિલેનિયમ પાર્કમાં રાખવામાં આવી છે.

અનીશ કપૂરે ૨૦૧૮–૧૯માં ૧૦૨ આર્ટવર્ક વેચ્યા હતા, જેની કિંમત . ૧૬૮.૨૫ કરોડ હતી. કારીગરીમાં શ્રેતા માટે તેમને ૧૯૯૧ માં ટર્નર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અનીશ કપૂરે અનેક આકાશ દર્પણ કર્યા. તેમાંથી પ્રથમ નોટિંગહામ, યુકેમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે તેમની એક આર્ટવર્કને અહીં પ્રદર્શિત કરવી એ ડિઝનીલેન્ડમાં પ્રદર્શન કરવા જેવું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application