ચંદ્રબાબુ નાયડુએ એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરતી વખતે સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે જગન મોહન રેડ્ડી સરકારના સમયગાળા દરમિયાન તિમાલાના લાડુ પણ હલકી ગુણવત્તાવાળા ઘટકો સાથે બનાવવામાં આવ્યા હતા. આમાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે જગન મોહન રેડ્ડી સરકારે પ્રસાદને પણ અભડાવ્યો હતો.
તિપતિના વેંકટેશ્વર મંદિરમાં તિપતિ લાડુ ચઢાવવામાં આવે છે. મંદિરનું સંચાલન તિમાલા તિપતિ દેવસ્થાનમ દ્રારા કરવામાં આવે છે.
અહીં એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા નાયડુએ દાવો કર્યેા હતો કે, તિમાલા લાડુ પણ હલકી ગુણવત્તાવાળા ઘટકોથી બનાવવામાં આવતું હતું. તેઓએ ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યેા હતો. જો કે મુખ્યમંત્રી નાયડુએ બાદમાં કહ્યું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ગુણવત્તામાં સુધારો થયો છે
નારા લોકેશે પણ નિશાન સાધ્યું
બીજી તરફ આંધ્ર પ્રદેશના આઈટી મંત્રી નારા લોકેશે આ મુદ્દે તત્કાલીન જગન મોહન રેડ્ડી પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, તિમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આઘાત લાગ્યો છે કે વાયએસ જગન મોહન રેડ્ડી પ્રશાસને તિપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કર્યેા હતો. લોકેશે આરોપ લગાવ્યો કે જગન મોહન રેડ્ડી સરકાર કરોડો ભકતોની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરી શકતી નથી
વાયએસઆરસીપીનો વળતો પ્રહાર
જોકે, વાયએસઆરસીપીએ નાયડુના આ આરોપોને ફગાવી દીધા છે અને તેમને નિશાન બનાવ્યા છે. વાયએસઆરસીપીના નેતા અને ટીટીડીના ભૂતપૂર્વ પ્રમુખ વાયવી સુબ્બા રેડ્ડીએ નાયડુના આરોપને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા અને કહ્યું કે ટીડીપી સુપ્રીમો રાજકીય લાભ માટે કોઈપણ સ્તરે ઝૂકી શકે છે. સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, નાયડુએ પોતાના નિવેદનથી પવિત્ર તિમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. તિમાલા પ્રસાદમ વિશે તેમની ટિપ્પણીઓ અત્યતં દૂષિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech