લોકસભાની આગામી ચૂંટણીની જાહેરાત ઇલેકશન કમિશન દ્રારા ગમે તે ઘડીએ થઈ શકે તેવી શકયતા વચ્ચે આજે ચૂંટણી પંચે રાજયભરના જિલ્લા કલેકટરો અને હોદાની એ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે મહત્વની બેઠક રાખી હતી. બપોરે ૪:૩૦ વાગ્યાથી શ થયેલી આ બેઠક સાંજના મોડે સુધી ચાલુ રહી હતી અને તેમાં ચૂંટણી પચં દ્રારા લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન મથક કાયદો વ્યવસ્થા મતદાર યાદી સ્ટેટીક ટીમ લાઈંગ સ્કવોડ એકસપેન્ડિચર ટીમ વગેરે તમામ મુદ્દાઓ બાબતે જીણામાં ઝીણી ચર્ચા કરી હતી.
લોકસભાની ચૂંટણીની જાહેરાત ૧૬ અથવા ૧૭ તારીખ આસપાસ થઈ રહી છે અને સાતથી આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે તેવી વાત આજે આખો દિવસ સોશિયલ મીડિયામાં ચાલુ રહી હતી. દરમિયાનમાં આજે જ ચૂંટણી પચં દ્રારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગ નું આયોજન કરતા રાજકારણમાં અને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં આ બાબત ચર્ચાનો મુદ્દો બની છે.
ચૂંટણીની હજુ જાહેરાત થઈ ન હોવાથી જિલ્લા વહીવટી પ્રશાસનો દ્રારા જુદી જુદી મિટિંગો અને કામગીરીનું આયોજન આજ માટે કરવામાં આવ્યું હતું પરંતુ બપોરે ૨:૦૦ વાગ્યે તમામ જિલ્લા કલેકટરોને તાકીદના મેસેજ ઉતારીને બપોર પછીના તમામ કાર્યક્રમો પડતા મૂકવા અને ચૂંટણી પંચની વિડિઓ કોન્ફરન્સમાં માં ઉપસ્થિત રહેવા માટે સૂચના મળી જતા આજે બપોર પછીના મીટીંગ સહિતના તમામ કાર્યક્રમો છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યા છે.
આ વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી સંદર્ભે કરવાની થતી મહત્વની કામગીરીના લેખાજોખા લેવાયા બાદ હવે પચં દ્રારા ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને આવતીકાલે તેમનો એક કાર્યક્રમ સફાઈ કામદારોને ધિરાણ આપવાને લાગતો છે દેશભરમાં યોજનારા આ કાર્યક્રમમાં એકાદ લાખ જેટલા સફાઈ કામદારોને ધિરાણના મંજૂરી પત્રો આપવામાં આવશે. તારીખ ૧૩ નો આ કાર્યક્રમ પૂરો થયા પછી તારીખ ૧૫ અથવા ૧૬ આસપાસ ચૂંટણી જાહેર થાય તેવી શકયતા છે.
આજે રાજકોટ ખાતે જિલ્લાભરના રેવન્યુ ઓફિસરોની ટીન મુજબ મળતી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તમામ પ્રાંત અધિકારીઓ પાસેથી ચૂંટણીની કામગીરીની તૈયારીના લેખાજોખા લીધા હતા. અન્ય રેવન્યુના મુદ્દાઓની ચર્ચા થઈ હતી પરંતુ મિટિંગમાં મોટાભાગે આજે ચૂંટણીની ચર્ચા વધુ રહી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech