સિહોર તાલુકાના છેવાડાનાભાંખલ ગામે રહેતા એક વૃધ્ધનો પગ તળાવના પાળે થી લપસી જતાં તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતા તેમનાં પરિવારજનોમાં તેમજ નાના એવા ભાંખલ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
સિહોર તાલુકાના ભાંખલ ગામે રહેતા મોહનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉં,વ, ૬૫) પશુપાલન કરે છે. તે પોતાના પશુઓને ગામના તળાવના વિસ્તારમાં ચરાવવા માટે નીકળ્યા હતા. જે પછી તેમના પશુઓ તળાવના પાણીમાં ઉતર્યા હતા. તળાવના પાણીમાંથી પશુઓને બહાર કાઢતા સમયે મોહનભાઇનો પગ લપસી ગયો હતો અને તેઓ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેઓનું મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતા જ ગામના સરપંચ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ઝંપલાવ્યુ હતુ. જે પછી સ્થાનિક તરવૈયાઓએ મોહનભાઈનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ બનાવ અંગે સિહોરપોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ ખાતે ધારાસભ્યના જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન
November 23, 2024 11:15 AMજામનગરમાં દરિયાઈ પટ્ટી પર સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત સઘન ચેકિંગ
November 23, 2024 11:13 AMજામનગર: મોરકંડા નજીક રોંગ સાઈડમાં આવેલી મારુતિ કારે ઓટો રિક્ષાને અડફેટે લીધી
November 23, 2024 11:11 AMયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMદ્વારકા જિલ્લામાં તા. 14 ડિસેમ્બરના રોજ લોક અદાલત
November 23, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech