જસદણમાં સેઢા પાડોશી શખસનો દંપતી પર લોખંડના પાઇપી હુમલો

  • July 17, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જસદણના જગવડના રસ્તે નારાણયનગર સોહલિયા પાર્કમાં રહેતા ખેડૂત દંપતી પર પાડોશમાં રહેતા પિતા-પુત્રોએ લોખંડના પાઇપી દંપતી પર હુમલો કરતા ઘાયલ મહિલાને સારવાર ર્એ રાજકોટ ખસેડવામાં આવી હતી. જસદણ પોલીસે પાડોશી પિતા-પુત્ર ત્રણ શખસો વિ‚ધ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હા ધરી છે.



પ્રાપ્ત વિગતો મુજબ અશોકભાઇ જયંતીભાઇ સુડિયાની વાડીની પાસે જ આરોપી પ્રવિણભાઇ બેચરભાઇ સુડિયાની વાડી આવેલી છે. આરોપીએ વાડીનો દરવાજો બંધ કર્યો ન હતો અને જેને લઇને વાડીમાં ઢોર ઘુસી જતાં હોવાી અશોકભાઇએ ફોન કરીને વાડીનો ઝાંપો બંધ કરવા માટે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી ઇ હતી. અશોકભાઇ પાડોશમાં જ રહેતા આરોપી પ્રવિણભાઇના ઘરે ગયા હતાં ત્યાં તેના પુત્ર અજયભાઇને સમજાવ્યો હતો. પ્રવિણભાઇ તેમજ તેના બે પુત્ર અજય અને કેતને મળીને અશોકભાઇ ઉપર હુમલો કર્યો હતો. પાડોશી અને નજીકના પરિવારજનો પિતા-પુત્રોએ પતિ પર હુમલો કરતા પત્ની દિવ્યાબેન છોડાવવા દોડી હતી અન્ય પરિવારજનો પણ વચ્ચે પડયા હતાં.


ઉશ્કેરાયેલા પ્રવિણભાઇએ દિવ્યાબેનના માાના ભાગે ઘા ઝીંકી દેતા દિવ્યાબેન લોહીયાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતાં. સારવાર ર્એ પ્રમ જસદણ લઇ જવાયા હતાં ત્યાં તબીયત લડતા વધુ સારવાર ર્એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જસદણ પોલીસે દિવ્યાબેન અશોકભાઇ સુડિયા (ઉ.૨૭)ની ફરિયાદના આધારે પાડોશી પિતા-પુત્રો પ્રવિણ, કેતન અને અજય વિ‚ધ્ધ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application