શાપર નજીક યુવક અને તેના મિત્રને છરીના ઘા ઝીકતા મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાનો ભોગ બનનાર યુવક મિત્રના ઝગડામાં સાથે ગયો હતો અને ત્યાં શાપર સહીત રાજકોટના ચાર શખ્સોએ હુમલો કરતા મિત્રને બચાવવા વચ્ચે પડતા છરીના બે ઘા ઝીકી ઢીમ ઢાળી દેવાયું હતું. બનાવના પગલે શાપર પોલીસ દોડી ગઈ હતી.
શાપરમાં ધરતી ગેઇટ અંદર મહાદેવ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં રહેતા સાગર ભીખુભાઇ સોલંકી (ઉ.વ.30)ની ફરિયાદ પરથી પોલીસે શાપરના મુકેશ ધીરુભાઈ માલકિયા, રાજકોટમાં રહેતા દિલીપ ભરતભાઈ રાઠોડ, મિલન રમેશભાઈ રાઠોડ, રાજેશ ભનુભાઇ ડાભી સામે બીએનસીની કલમ 103,118,115,352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, શાપરમાં વચ્છરાજ ડેરી પાસે રહેતા મારા મામાની દીકરી કિરણબેનને તેને સામે રહેતા મુકેશ ધીરુભાઈ માલકિયાની પત્ની સાથે ઝગડો થતા મુકેશ માલકીયાએ મારી બહેનને ઠપકો આપ્યો હતો જે અંગેની મને વાત કરતા મેં મુકેશને ફોન કરી આ બાબતે પૂછતાં પોતે બહારગામ હોઈ બે દિવસ પછી આવીને વાત કરીશું તેમ કહ્યું હતું. ગઈકાલે હું સાંજે આઠેક વાગ્યે મિત્ર સંજય મકવાણા, શહેજાદ યુસુફભાઇ હિંગોરા, વિજય વિરમભાઇ ચૌહાણ અમે બધા મિત્રો શાપર મેઈન રોડ પર આવેલી સલૂનની દુકાન પાસે બેઠા હતા ત્યારે મુકેશ માલકીયાનો ફોન આવ્યો હતો અને તું ક્યાં છો ? તેમ પૂછતાં શાપર રોડ પર હોવાનું જણાવ્યું હતું. મુકેશે શાપર મામાદેવના મંદિર પાસે આવો આપણે સમાધાનની વાત કરી લઈએ તેમ કહી ત્યાં બોલાવ્યા હતા. આથી હું મારો મિત્ર મિલન, શહેજાદ, વિજય, તુષાર અને મેહુલ અર્ટિગા કારમાં ત્યાં ગયા હતા. જ્યાં મુકેશ માલકીયા ઉભો હતો અને મને કહેવા લાગ્યો હતો કે, તારા મામાની દીકરી કિરણબેન કેમ મારી પત્ની સાથે માથાકૂટ કરે છે, કહી બોલાચાલી કરવા લાગતા ટેનિસ સાથેના અન્ય ત્રણ શખ્સો પણ ઝગડો કરવા લાગ્યા હતા. હું અને મારા મિત્રો તેને સમજાવતા હતા એમ છતાં ગાળાગાળી કરી ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. એવામાં દિલીપ રાઠોડ નામના શખ્સે નેફામાંથી છરી કાઢી પગના ભાગે ઘા મારતા સાથળમાં લાગ્યો હતો. હુમલો કરતા મિત્ર શહેજાદ મને બચાવવા વચ્ચે પડતા દિલીપ રાઠોડએ શહેજાદને પેટ અને પીઠના ભાગે છરીના બે ઘા મારી ચારેય શખ્સોએ ભેગા થઇ મારમારતા અમે ત્યાંથી ભાગી ગયા હતા અને રસ્તામાંથી 108ને ફોન મને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને સાથળના ભાગે 15 જેટલા ટાકા આવ્યા હતા. જયારે મિત્ર શહેજાદ હિંગોરા ત્યાં સ્થળ પર ખાડામાં પડી જતા તેને તેનો ભાઈ અલ્તાફ હિંગોરા શાપર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે હોસ્પિટલ દ્વારા શાપર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી ફરિયાદના આધારે ચારેય શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech