કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ અને કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકો આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં, દર્દીના મગજમાં એક પાતળો ઇલેક્ટ્રોડ દાખલ કરવામાં આવશે, જે છાતીમાં ફીટ કરાયેલા પેસમેકર સાથે જોડાયેલ હશે. આ પેસમેકર મગજમાં હળવા ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલશે, જે દર્દીની આત્મ-નિયંત્રણ ક્ષમતામાં વધારો કરશે અને વ્યસનને દૂર કરવામાં મદદ કરશે.
આ ટ્રાયલમાં કુલ 12 દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમાંથી છ દારૂના વ્યસની અને છ ડ્રગ્સના વ્યસની હશે. પસંદ કરાયેલા દર્દીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ડ્રગ વ્યસની હોવા જોઈએ અને સારવારના ત્રણ રાઉન્ડ પછી પણ ફરીથી ડ્રગ વ્યસનમાં ફસાયેલા ન હોવા જોઈએ. આ બધા દર્દીઓએ અગાઉ દવાઓ અને ઉપચાર દ્વારા સારવાર કરાવેલી હોવી જોઈએ. આ પ્રક્રિયા પાર્કિન્સન, ડિપ્રેશન અને ઓસીડી જેવા રોગોની સારવારમાં પહેલાથી જ સફળ સાબિત થઈ છે.
દર્દીના મગજના તે ભાગમાં ઇલેક્ટ્રોડ્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે જે રીવર્ડ સીસ્ટમ, મોટીવેશન અને ડીસીઝન મેકિંગની ક્ષમતા સાથે સંકળાયેલ છે. ઇલેક્ટ્રોડ્સ છાતીમાં મૂકવામાં આવેલા નાના પેસમેકર સાથે જોડાયેલા હશે. આ પેસમેકર હળવા વિદ્યુત સંકેતો મોકલશે, જે દર્દીની તલપ અને બેચેની ઘટાડશે.
આ ટેકનોલોજી પર સંશોધન કરી રહેલા પ્રોફેસર વેલેરી વૂન કહે છે કે તે મગજ-પેસમેકરની જેમ કામ કરશે અને મગજના અસામાન્ય સંકેતોને તલપથી રાહત આપશે. કિંગ્સ કોલેજ હોસ્પિટલના ન્યુરોસર્જન પ્રો. કિઓમર્સ અશ્કને તેને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું જે ગંભીર ડ્રગ વ્યસનથી પીડાતા દર્દીઓના જીવનને બદલી શકે છે. જો આ ટ્રાયલ સફળ થાય છે, તો ભવિષ્યમાં આ ટેકનોલોજી લાખો લોકો માટે આશાનું કિરણ બની શકે છે જેઓ ડ્રગ્સના વ્યસન સામે ઝઝૂમી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું, ભુજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
March 20, 2025 09:06 PMજામનગર ટાઉનહોલ ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન...
March 20, 2025 07:07 PMજામનગરમાં રૂ.7 કરોડના ખર્ચે રિનોવેશન થયેલ ટાઉનહોલની આર્ટ ગેલરીમાં ટપકતું પાણી
March 20, 2025 06:58 PMપાલીતાણાં TRB જવાને નાના ભાઈની છાતી પર બેસી ગળું દબાવી પતાવી દીધો, જાણો હત્યા પાછળનું કારણ
March 20, 2025 06:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech