જામનગર-રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે વૃઘ્ધનું મોત

  • December 06, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિપર વિસ્તારમાં કારે બાઇકને ઠોકર મારતા યુવાનને ગંભીર ઇજા

જામનગર-રાજકોટ હાઇવે કારના સ્ટોપના વાડા સામેના વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક અજાણ્યા ફોર વ્હીલના ચાલકે રસ્તાની સાઇડમાં ઉભેલા વૃઘ્ધને હડફેટે લઇને ગંભીર ઇજા પહોચાડી હતી જેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે, જયારે પિયાવા ચોકડી પાસે હરીપર વિસ્તારમાં વાહનચાલકે બેદરકારીથી ચલાવીને રોડ ક્રોસ કરતા બાઇકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા પહોચી છે.
જામનગર તાલુકાના મોડા ગામમાં રહેતા પૃથ્વીરાજસિંહ મેરુભા જાડેજા (ઉ.વ.૨૯)એ ગઇકાલે પંચ-એમાં અજાણ્યા ફોરવ્હીલના ચાલક સામે ફરીયાદ કરી હતી કે, ગત તા. ૧૯-૧૦-૨૩ના રોજ ફરીયાદીના પિતા મેરુભા હાલાજી જાડેજા (ઉ.વ.૬૦) નામના વૃઘ્ધ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલ કારના સ્ટોપના વાડા પાસે નોકરી પર ગયેલ અને પરત ઘરે આવવા માટે રોડની સાઇડમાં ઉભા હતા.
દરમ્યાન જામનગર તરફથી આવતા અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરીયાદીના બાપુજીને પાછળથી હડફેટે લઇ પછાડી દેતા માથા, કપાઇ અને બંને પગમાં ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી, દરમ્યાન સારવારમાં તેમનું મૃત્યુ નિપજયુ હતું.
બીજા બનાવમાં પિયાવા ચોકડી રોડ હરીપર ગામ વિસ્તારમાં ગત તા. ૧૮ના રોજ વર્ના કાર નં. જીજે૧૫પીપી-૯૯૨૨ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના પુત્ર સ્પ્લેન્ડ બાઇક નં. જીજે૩એમજી-૩૨૯૧ લઇને રોડ ક્રોસ કરતા હતા એ દરમ્યાન કારચાલકે હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો, જેમાં નિષિતને પગમાં ફ્રેકચર અને શરીરે છોલછાલ જેવી ઇજા પહોચાડી હતી, આ અંગે રાજકોટ ગાંધીગ્રામ ખાતે રહેતા ગોવિંદ ડાયાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૨)એ ગઇકાલે ધ્રોલ પોલીસમાં કારચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
***
ઓખા નજીક અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધાનું મૃત્યુ

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા કોરાઈબેન રાણાભા માણેક નામના ૭૫ વર્ષના મહિલા ગઈકાલે મંગળવારે સવારના સમયે ઓખાની ચેકપોસ્ટ પાસેથી એક રિક્ષામાંથી ઉતરીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર કોઈ અજાણ્યા વાહનના ચાલકે કોરાઈબેન માણેકને અડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી્, આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકના દોહિત્ર પબુભા એભાભા કાજરા (ઉ.વ. ૩૮, રહે. કુરંગા)ની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application