રોડ ક્રોસ કરતા વૃઘ્ધાને હડફેટે લીધા : ફલ્લા પાસે કારે બાઇકને ઠોકર મારતા પિતા-પુત્રને ગંભીર ઇજા
જામનગરના દરેડ ગામ રાંદલમાતાના મંદિર પાસે સીએનજી રીક્ષાના ચાલકે બેદરકારીથી ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા વૃઘ્ધાને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું, જયારે ફલ્લા ગામ રોડ પર ફોરવ્હીલ કારે મોટરસાયકલને ઠોકર મારતા બે વ્યકિતને ગંભીર ઇજાઓ થઇ હતી.
એમ.પી.ના ચોપરા ગામના વતની અને હાલ દરેડ ગામ ખોલીમાં રહેતા મજુરીકામ કરતા રાકેશ જમનાપ્રસાદ કુર્મી (ઉ.વ.33) નામના યુવાને ગઇકાલે પંચકોશી-બીમાં સીએનજી ઓટો રીક્ષા નં. જીજે10ટીઝેડ-1505ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
આરોપીએ પોતાની રીક્ષા ગત તા. 3ના રોજ ગફલત અને પુરઝડપે ચલાવીને ફરીયાદીના માતા ઉમારાની (ઉ.વ.50) રાંદલમાતાના મંદિર પાસેથી રોડ ક્રોસ કરતા હતા એ વખતે હડફેટે લઇ માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી હતી આથી વૃઘ્ધાને 108 મારફત જી.જી. હોસ્પીટલ સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું.
બીજા બનાવમાં જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતા પ્રદિપસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.34)એ ગઇકાલે પંચ-એમાં ફોરવ્હીલ કાર નં. જીજે3જેસી-1839ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ફરીયાદીના કુટુંબી ભાઇ ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા તેમનો પુત્ર લકકીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.15) બંને તા. 31ના રોજ મોટરસાયકલ સાથે ફલ્લા ગામ હનુમાનજી મંદિર સામેના રોડ પર ઉભેલ હોય એ દરમ્યાન ઉપરોકત નંબરની ફોરવ્હીલ કારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને હડફેટે લઇ રોડ પર પછાડી દઇ અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં લકકીરાજસિંહને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા થયેલ તથા ધર્મેન્દ્રસિંહને શરીરે તથા માથામાં હેમરેજ જેવી ઇજા પહોચી હતી ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech