કેનેડામાં લોકપ્રિયતા ઘટવાના ડરથી રાજકીય રીતે અસ્તિત્વની લડાઈ લડી રહેલા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેમની સરકાર દેશમાં કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહી છે. આનો અમલ કરવા માટે કેનેડા સરકાર કંપ્નીઓ સામે કડક કાર્યવાહી કરશે. આ નિર્ણયથી કેનેડામાં પહેલાથી જ સમસ્યાઓનો સામનો કરી રહેલા ભારતીય ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓમાં વધારો થવા જઈ રહ્યો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાની જાહેરાતે ભારતીય ઈમિગ્રન્ટ્સ માટે મુશ્કેલી ઊભી કરી છે. અમે કેનેડામાં કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ, કેનેડાના વડા પ્રધાને ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું. અમે કંપ્નીઓ માટે કઠિન નિયમો રજૂ કરી રહ્યા છીએ તે સાબિત કરવા માટે કે તેઓ શા માટે કેનેડિયન કામદારોને પ્રથમ સ્થાને રાખી શકતા નથી. કેનેડામાં ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓ ખૂબ જ મર્યિદિત પ્લેસમેન્ટને કારણે પહેલેથી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્રુડોનું આ પગલું પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવશે.
કામચલાઉ રહેવાસીઓની સંખ્યા 2025માં 30,000 ઘટાડવાનો નિર્ણય
કેનેડામાં જસ્ટિન ટ્રુડોની લિબરલ સરકાર ઘણા વર્ષોમાં પ્રથમ વખત દેશમાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ભારે ઘટાડો કરવા જઈ રહી છે. એક અહેવાલમાં જણાવવવામાં આવ્યું છે કે ટ્રુડો સરકારે વર્ષ 2025માં નવા સ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડીને 3,95,000 કરવાનો નિર્ણય લીધો છે. તેને વર્ષ 2026માં 380000 અને 2027માં 365000 પર લાવવામાં આવશે. દરમિયાન, કામચલાઉ રહેવાસીઓની સંખ્યા 2025માં 30,000 ઘટીને લગભગ 3 લાખ થઈ જશે. સરકારની વર્તમાન ઇમિગ્રેશન યોજના અનુસાર કેનેડા 2024માં આશરે 4,85,000 કાયમી રહેવાસીઓને અને 2025 અને 2026 બંનેમાં 5 મિલિયન લોકોને સ્વીકારે તેવી અપેક્ષા હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેઠવડાળામાં થયેલા ધિંગાણામાં સામસામી નોંધાવાતી પોલીસ ફરીયાદ
November 14, 2024 11:24 AMગુલાબનગરમાં જુગારના અખાડામાંથી બે લાખની રોકડ સાથે ત્રિપુટી ઝબ્બે
November 14, 2024 11:20 AMજામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે સાયબર વર્કશોપ યોજાયો
November 14, 2024 11:17 AMઈન્ડોનેશિયામાં વાળામુખી ફાટતાં લાવા ૧૦ કિમી ઉંચો ફેલાયો, અનેક લાઇટસ રદ
November 14, 2024 11:15 AMબિટકોઈન ૯૩૦૦૦ ડોલરની નવી ઓલ ટાઈમ હાઈ પર, ટ્રમ્પની જીત બાદ ૩૨ ટકાનો ઉછાળો
November 14, 2024 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech