વસઇ પાસે હત્યાની કોશિષના ગુનામાં એક આરોપી પકડાયો

  • December 09, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાબેના વસઇ પાટીયા પાસે ખુની બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષે ફરીયાદ દાખલ થઇ હતી, દરમ્યાન ખુનની કોશિષના બનાવમાં એક આરોપીને સિકકા પોલીસે પકડી લીધો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તેમજ સર્કલ પીઆઇ પી.એલ.વાઘેલાએ સિકકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસઇ પાટીયા પાસે બનેલ ખુન તથા ખુનની કોશિશના બનાવના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય, સિકકાના પીઆઇ આર.ડી. રબારી પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફના માણસો તેમના અંગત સોર્સ મારફતે માહીતી મેળવી આરોપીને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ વિજયભાઇ કારેણા, પો.કોન્સ જયપાલસિંહ જાડેજા, પો.કોન્સ લાલજીભાઇ રાતડીયાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સિકકા પોલીસ સ્ટેશનના આઇપીસી ૩૦૭, ૧૧૪ અને જીપીએકટ ૧૩૫(૧) મુજબના ગુનાના પકડવાના બાકી આરોપી લખન કારા ગઢવી રહે. જામનગરવાળો ગ્રીનવીલાના ગેઇટ પાસે ઉભો છે, જે હકીકતવાળી જગ્યાએથી ખરાઇ કરી ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application