આંધ્ર પ્રદેશ સરકારે પ્રખ્યાત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરના લાડુ પ્રસાદમ બનાવવામાં વપરાતા ઘીની કથિત ભેળસેળની તપાસ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીની વિશેષ તપાસ ટીમના વડા તરીકે નિમણૂક કરી હતી, અને તેમને ન્યાયી તપાસ કરી રીપોર્ટ સોપવા આદેશ કરવામાં આવ્યો હતો.પ્રસાદનો વિવાદ વકરતા નાયડુએ ઉચ્ચ કક્ષાના અધિકારીના નેતૃત્વમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં કથિત અનિયમિતતાઓની એસઆઈટી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સર્વશ્રેષ્ઠ ત્રિપાઠી, આંધ્ર કેડરના 2006-બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં ગુંટુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક તરીકે કાર્યરત છે.
ત્રિપાઠી ઉપરાંત, આ સમિતિમાં વધુ બે વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થશે જેમાં વિશાખાપટ્ટનમ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ગોપીનાથ જેટ્ટી અને કડપા જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષવર્ધન રાજુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્રિપાઠી અગાઉ ગુંટુર અને કૃષ્ણા જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે. ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર, તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન તેમને ગુંટુર રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં આઈપીએસ અધિકારી પાલા રાજુની બદલી કરવામાં આવી હતી. ત્યારથી તેને ત્યાં પોસ્ટ કરવામાં આવી છે. એન ચંદ્રબાબુ નાયડુના કાયર્લિયના ખાસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તિરુમાલા લાડુની તૈયારીમાં વપરાતા ઘીની ભેળસેળ તરફ દોરી ગયેલા સંજોગો સિવાય, આ સમિતિ છેલ્લા પાંચ વર્ષમાં અગાઉના શાસન દરમિયાન કથિત રીતે થયેલી અન્ય ગેરરીતિઓની પણ તપાસ કરશે,અગાઉ, નાયડુએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળનીવાયએસઆરસીપી સરકાર સત્તામાં હતી ત્યારે લાડુ પ્રસાદમ બનાવવામાં પશુ ચરબી સાથે મિશ્રિત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાયડુએ ઉમેર્યું હતું કે, ઘી સપ્લાય કરતા ચાર ટેન્કરના નમૂના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા. એક પ્રયોગશાળાના અહેવાલને ટાંકીને, તેલુગુ દેશમ પાર્ટીએ ધ્યાન દોર્યું હતું કે ઘીના કેટલાક નમૂનાઓ જેનો ઉપયોગ લાડુ બનાવવા માટે કરવામાં આવ્યો હતો તેમાં પશુઓની ચરબી અને માછલીના તેલની હાજરી બહાર આવી હતી.
પુરીના જગન્નાથ મંદિરમાં ઘીનું પરીક્ષણ કરવા નિર્ણય
તિરુપતિમાં આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં શંકાસ્પદ ભેળસેળના વિવાદને પગલે, ઓડિશાના પુરી જિલ્લાના અધિકારીઓએ જગન્નાથ મંદિરમાં વપરાતા ઘીની ગુણવત્તા ચકાસવાનું નક્કી કર્યું છે, એક અહેવાલ મુજબ પુરીના કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે તેમના મંદિરમાં ઘીની ભેળસેળના કોઈ દાવાઓ ન હોવા છતાં, વહીવટીતંત્ર કોઈપણ સંભવિત ચિંતાઓને દૂર કરવા માટે ગુણવત્તા પરીક્ષણો કરવા માગે છે. સ્વેને પુરીમાં જણાવ્યું હતું કે અધિકારીઓ મંદિરમાં વપરાતા ઘી માટે એક માપદંડ સ્થાપિત કરવા માટે રાજ્યની મુખ્ય દૂધ સહકારી ઓમફેડ સાથે કોન્ફરન્સ કરશે અને જે સત્ય હશે તે સામે લાવશે જેથી ભક્તોની આસ્થા બરકરાર રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech