કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા ૪૫ ભારતીયોના મૃતદેહને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન સવારે કોચી પહોંચ્યું હતું. વિમાનમાં રાય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ હાજર હતા, જેમણે ઝડપથી પરત આવે તે સુનિશ્ચિત કરવા કુવૈતી સત્તાવાળાઓ સાથે સતત સંકલન કયુ હતું.
વિમાન કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ એર્નાકુલમ રેન્જના ડીઆઈજી પુટ્ટા વિમલાદિત્યએ જણાવ્યું હતું કે, અમે મૃતદેહોને પ્રા કરવા માટે તમામ જરી વ્યવસ્થા કરી છે. અમે પીડિતોના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરી છે. ૨૩ મૃતદેહો કેરળના, ૭ તામિલનાડુ અને ૧ કર્ણાટકના છે.
અગાઉ, કુવૈતથી વિમાનના પ્રસ્થાન પહેલા, કુવૈતમાં ભારતીય દૂતાવાસે એકસ પર ભારતીય વાયુસેનાના આ વિશેષ વિમાનના પ્રસ્થાન સાથે સંબંધિત સમાચાર પોસ્ટ કર્યા હતા. ભારતીય દૂતાવાસે ટિટર પર લખ્યું, ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં પીડિત ૪૫ ભારતીયોના નશ્વર અવશેષો લઈને કોચી માટે રવાના થયું છે. રાય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ વિમાનમાં સવાર છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણી કુવૈતના મંગાફ વિસ્તારમાં એક બહત્પમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ૪૯ વિદેશી મજૂરો માર્યા ગયા હતા અને ૫૦ અન્ય ઘાયલ થયા હતા. કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ–યુસુફ અલ–સબાહે કહ્યું હતું કે અધિકારીઓએ ૪૮ મૃતદેહોની ઓળખ કરી છે, જેમાંથી ૪૫ ભારતીય અને ત્રણ ફિલિપિનો છે. તેમણે કહ્યું કે બાકીના એક મૃતદેહને ઓળખવાના પ્રયાસો હજુ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટાભાગના ભારતીય પીડિતો કેરળના છે. આ અકસ્માતમાં કેરળના ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
કેરળ સરકારે કુવૈત આગમાં મૃત્યુ પામેલા ૧૯ કેરળવાસીઓના પરિવારોને ૫ લાખ પિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી કાર્યાલય દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આજે સવારે કેબિનેટની ઈમરજન્સી બેઠકમાં આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયે તેના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે રાયના આરોગ્ય પ્રધાન વીણા યોર્જને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે અને મૃતકોના મૃતદેહોને ભારત પરત લાવવાના પ્રયાસોનું સંકલન કરવા કુવૈત મોકલવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech