અમેરિકન ચૂંટણીમાં જોરદાર જીત નોંધાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે સતત જો બાઈડેન અને કમલા હેરિસને ઘેયર્િ છે. વર્તમાન રાષ્ટ્રપતિ બાઈડેનની ટીકા કરતા તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે સત્તામાં આવ્યાના 24 કલાકની અંદર તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બંધ કરી દેશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં જ્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફરશે ત્યારે તેમની સામે આ યુદ્ધને રોકવાનો પડકાર હશે. જોકે, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ટ્રમ્પે આ અંગે પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. જેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને જેલેંસ્કી વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થઇ શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયન અને યુક્રેનિયન સેના વચ્ચે 800 માઈલનો બફર ઝોન બનાવવાની યોજના બનાવી છે. આ બફર ઝોનને લાગુ કરવા માટે યુરોપિયન સૈનિકોને તૈનાત શકાય છે. ટ્રમ્પ્ની આ શાંતિ યોજના તેમના ત્રણ કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ટ્રમ્પ્ની આ યોજના અનુસાર, હાલની ફ્રન્ટ લાઇન તેની જગ્યાએ સ્થિર રહેશે અને યુક્રેન નાટોમાં જોડાવાની તેની મહત્વાકાંક્ષાને સમાપ્ત કરવા માટે સંમત થશે. યુક્રેનને પેટ્રોલિંગ કરવા અને બફર ઝોન લાગુ કરવા માટે યુએસ સહાય આપશે નહીં. પ્રાપ્ત અહેવાલ મુજબ ટ્રમ્પ્ની ટીમના એક સભ્યએ કહ્યું, અમે યુક્રેનમાં શાંતિ જાળવવા માટે અમેરિકનોને મોકલી રહ્યાં નથી. અમે તેના માટે ચૂકવણી પણ કરી રહ્યા નથી. આ કામ જર્મનો, બ્રિટિશ અને ફ્રેન્ચ દ્વારા કરાવો.
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન માટે યુએસ સૈન્ય અને નાણાકીય સહાયના સ્કેલની ઘણી વખત ટીકા કરી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષે જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસ પરત ફયર્િ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ્ના વલણ પર દુનિયાની નજર રહેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ્ને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ ટ્રમ્પ સાથે વાતચીતમાં નજીક રહેવા અને અમારા સહયોગને આગળ વધારવા માટે સંમત થયા છે. તેમણે કહ્યું કે વિશ્વમાં શાંતિ માટે મજબૂત અમેરિકન નેતૃત્વ મહત્વપૂર્ણ છે. આ જ કાર્યક્રમમાં પુતિનના ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર હોવાના સવાલ પર તેમણે કહ્યું કે તેઓ વાતચીત માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech